(પ્રકાશ દવે) કેશોદ,તા.30
કેશોદના એક ગામે કાળજું કંપાવી નાખે એવી અને સમાજને કલંક લગાડે એવી ઘટના બહાર આવી છે જેનાથી હાહાકાર મચી ગયો છે. કેશોદ પંથક ના એક ગામે સગો બાપ બન્યો શૈતાન પોતાની સગીર વય ની દીકરી સાથે પોતાના ઘરે તથા અન્ય જગ્યાએ લઈ જઈ ને અવારનવાર દુષ્કર્મ ગુજારતો હતો. અને સગીર વય ની દીકરી ને ધમકી આપતો સગીરા ની માતા સમગ્ર મામલે અજાણ હોય ભોગ બનનાર યુવતીએ પોતાના પિતા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.
અને કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી સી ઠક્કર ના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા નરાધમ પિતા ઉમેશભાઇ લાખાભાઇ ભરડા વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ 64(2)(એફ), 64(2)(એમ), 65(1), 351(3), પોક્સો એક્ટ ક. 4, 5(એલ)(એન), 6, 8, 12 હેઠળ ગુનો નોંધી અને નરાધમ પિતાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy