ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતએ મંડી સંસદીય મતવિસ્તારમાં રોડ શો કરીને ચૂંટણી પ્રચારની કરી શરૂઆત

India, Entertainment, Politics | 30 March, 2024 | 05:03 PM
મોદીના વખાણ કરી વિકાસને ભાજપનો મુખ્ય એજન્ડા ગણાવ્યો: કોંગ્રેસના નેતાઓની અપમાનજનક ટિપ્પણીઓ પર પણ કર્યા આકરા પ્રહારો
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.30
કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતને તેના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારથી તેમને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે ત્યારથી કોંગ્રેસના નેતાઓના નિશાના પર છે. તેમણે શુક્રવારે મંડી સંસદીય મતવિસ્તારમાં રોડ શો કરીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી.

આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા અને કહ્યું કે, ભાજપનો મુખ્ય એજન્ડા વિકાસ છે. કંગનાએ શુક્રવારે કોંગ્રેસના નેતાઓની અપમાનજનક ટિપ્પણીઓ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.બીજી તરફ ભાજપના પૂર્વ સાંસદના પુત્ર સહિત કુલ આઠ બળવાખોરોએ બેઠક યોજીને કંગના સામે મોરચો ખોલ્યો છે.

આમાંથી ત્રણ ભાજપના બળવાખોર નેતાઓ છે, જેમણે 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ પાર્ટી વિરુદ્ધ બળવાનું રણશિંગુ ઊંચક્યું હતું, જેમાં પાર્ટીનો પરાજય થયો હતો. આ તમામ નેતાઓ પંડોહ, મંડીમાં એકસાથે મળ્યા હતા અને આગળની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં ભાજપના પૂર્વ સાંસદ મહેશ્વર સિંહના પુત્ર હિતેશ્વર સિંહ, પૂર્વ પ્રદેશ ભાજપ મહાસચિવ રામ સિંહ અને પૂર્વ અની ધારાસભ્ય કિશોરી લાલ સાગર હાજર રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન મળતાં ત્રણેયએ ભાજપ સામે બળવો કર્યો હતો અને સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. આ અસંતુષ્ટો હવે ભાજપનું ગણિત અને લોકસભા ચૂંટણીમાં તેના ઉમેદવારની સંભાવનાઓ બગાડી શકે છે.

આ ત્રણેય કંગનાનું ચૂંટણી ગણિત કેવી રીતે બગાડી શકે છે તે સમજી શકાય છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં કુલ્લુ સદર વિધાનસભા બેઠક પર કુલ 71,165 મતોમાંથી રામ સિંહને 11,937 મત મળ્યા હતા. પાંચ વર્ષ પહેલાં, જ્યારે તેઓ ભાજપની ટિકિટ પર 2012ની વિધાનસભા ચૂંટણી લડ્યા હતા, ત્યારે તેમણે 57,165માંથી 15,597 મત મેળવ્યા હતા.

એ જ રીતે, હિતેશ્વર સિંહને પણ બંજાર મતવિસ્તારમાં કુલ 61,908 મતોમાંથી 14,932 મત મળ્યા, જ્યારે કિશોરી લાલને અની મતવિસ્તારમાં પડેલા કુલ 67,468 મતોમાંથી 6,893 મત મળ્યા. 2017ની ચૂંટણીમાં, કિશોરી લાલ 61,989 મતોમાંથી 30,559 મત મેળવીને ભાજપની ટિકિટ પર જીત્યા હતા. આંકડાઓ પર નજર કરીએ તો ત્રણ બળવાખોરોએ 10 થી 20 ટકા મતો ઘટાડી દીધા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj