► અમુક આરોપીએ ખાનગી વકીલ રોક્યા, કેટલાકને લીગલ એઇડમાંથી વકીલ ફાળવાયા : આગામી તા. 19 ડિસેમ્બરે વધુ સુનાવણી
રાજકોટ, તા.3
અગ્નિકાંડના કેસમાં બધા આરોપીઓએ વકીલ રોકી લીધા છે. કેસ ઝડપી ચાલશે તેવી આશા બંધાઈ હતી પણ ત્યાં જમીન માલિકોએ ડે ટુ ડે ટ્રાયલ સામે વાંધા લીધા છે.આજે ટીઆરપી અગ્નિકાંડની 8મી મુદ્દતે આરોપીઓને હાજર રખાયા હતા. આ તરફ રોજે રોજ કેસ ચાલે તેમાં આરોપી કિરીટસિંહ અને અશોકસિંહ જાડેજાએ અસહમતિ દર્શાવી હતી. તેઓએ પોતાના વકીલ મારફતે વાંધા રજૂ કર્યાં હતા. આ કેસમાં અમુક આરોપીએ ખાનગી વકીલ રોક્યા છે. કેટલાકને કોર્ટે લીગલ એઇડમાંથી વકીલ ફાળવ્યા છે.
આગામી તા. 19 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે.સમગ્ર વિગત જોઈએ તો તા.25 મે 2024ની સાંજે રાજકોટના નાના મવા રોડ નજીક સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનમાં આગ લાગતા 27 લોકોના મોત થયા હતા અને ત્રણેક લોકોને ઇજા થઇ હતી. જે અંગે પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધી હતી. આ બનાવમાં 16 આરોપી સામે ગુનો દાખલ થયો છે. જેમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો (1) ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો (2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, (3) કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, (4) પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરન, (5) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, (6) રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર (7) નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર (8) મનસુખભાઇ ધનજીભાઇ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ (9) ગૌતમ દેવશંકરભાઇ જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ (10) મુકેશભાઇ રામજીભાઇ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર (11) રોહીતભાઇ આસમલભાઇ વિગોરા, ટીપી શાખાના એન્જીનીયર અને એટીપીઓ (12) જયદીપ બાલુભાઈ ચૌધરી (13) રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર (14) ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર (15) ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર (16) મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો છે. જેમાં અગ્નિકાંડના બનાવમાં પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરનનું મોત થયું હતું. જેથી બાકીના 15 આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલ હવાલે છે. આ કેસમાં સેશન્સ કોર્ટમાં કમિટ થયાં બાદ આજે 9મી મુદ્દતે સુનાવણી થઈ હતી.
ગત મુદ્દતે સરકાર તરફેણ સ્પેશલ પીપી તુષાર ગોકાણીએ કોર્ટમાં આ કેસ ડે ટુ ડે ચાલે તે માટે અરજી કરી હતી. આ અરજી સાથે 13 આરોપી સહમત થયાં હતા પણ કોર્ટમાં આ અરજી થયાં પછી આજે ટીઆરપી ગેમઝોનની જમીનના માલીક અશોકસિંહ અને કિરીટસિંહના વકીલોએ ડે ટુ ડે કેસ ચાલે તે માટેની અરજી સામે વાંધો ઉઠાવ્યો હતો. વાંધા રજૂ કરી અરજી સાથે અસહમતિ દર્શાવી હતી અને ડે ટુ ડે કેસ ચલાવવાની માંગ કરતી આ અરજી રદ કરવા રજુઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ કેસમાં સરકાર પક્ષે સ્પે. પીપી તુષાર ગોકાણી, ભોગ બનનાર પ્રદીપસિંહ ચૌહાણ પરીવાર વતી રાજકોટ બાર એશોશીયેશન વતી ઉપ પ્રમુખ સુરેશ ફળદુ, તથા અન્ય એક ભોગ બનનાર વતી એન.આર.જાડેજા રોકાયેલ છે.
► ઠેબાએ રેગ્યુલર જામીન અરજી કરી
ટીઆરપી અગ્નિકાંડ કેસમાં તત્કાલિન ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા જીવા ઠેબાએ પોતાના વકીલ મારફત રેગ્યુલર જામીન અરજી કરી છે. ગોંડલના એડવોકેટ વિજયરાજસિંહ એસ. જાડેજા મારફતે ઠેબાએ તા. 27/11ના રોજ ચાર્જશીટ બાદની જામીન અરજી કરી છે. જેમાં કોર્ટે પ્રથમ સુનાવણી માટે તા. 3/12 નક્કી કરી હતી. આજે તેની મુદ્દતે આરોપીના વકીલ હાજર રહ્યા હતા. શનિવારે આગળની સુનાવણી થશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy