ભાજપની દાદાગીરી સાખી ન લેવાય: બાપુ બગડયા

પહેલા અપમાન અને હવે માફી, તે નહી ચલાવી લેવાય : શંકરસિંહ

Gujarat, Saurashtra | Rajkot | 02 April, 2024 | 04:12 PM
ક્ષત્રિય સમાજ સાથે ઉભા રહેતા પુર્વ મુખ્યમંત્રી: દ્રૌપદીના એક વાકય પર મહાભારત થયુ હતું: ભાજપે બે ઉમેદવાર બદલ્યા તો રૂપાલાને કેમ બદલી ના શકે! સીધો પ્રશ્ન
સાંજ સમાચાર

રૂપાલાની ક્ષત્રિય સમાજ વિશેની ટિપ્પણી પછી શંકરસિંહ વાઘેલા પણ મેદાનમાં આવી ગયા છે અને ઉમેદવાર બદલવાની માગણીને ટેકો આપ્યો છે. તેમણે આ વિવાદમાં વડાપ્રધાન અને ગૃહમંત્રીનો ટેકો હોવાની કોમેન્ટ કરી છે. તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજની અસ્મિતા અને લાગણીને ઠેસ લાગી છે. તેને મલમપટ્ટી નહીં થાય તે નહીં ચાલે.

શંકરસિંહે કહ્યું કે ભાજપની લુખ્ખી દાદાગીરી સામે ચૂપ ન રહેવાય. ભાજપની માનસિકતા જ ક્ષત્રિય વિરોધી રહી છે. શંકરસિંહ વાઘેલાએ રૂપાલાની ટિકિટ કાપીને બીજા કોઈને ઉમેદવાર બનાવવામાં આવે તેવી વાતને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપ ક્ષત્રિય સમાજની માંગને નહીં સ્વીકારે તો સ્થિતિ વકરશે. કોઈપણ સમાજનું અપમાન કરવામાં આવે તે યોગ્ય નથી. ઉમેદવાર નહીં બદલાય તો રૂપાલાના નિવેદનને ભાજપનું સમર્થન છે એવું ગણવામાં આવશે.

શંકરસિંહ વાઘેલાએ તો એમ પણ કહ્યું કે, રાજકોટના ઉમેદવારને બદલવાની માગણી નહીં સ્વીકારાય તો તેનો અર્થ એવો થશે કે સમાજને ગાળ દેવામાં ભાજપના હાઈ કમાન્ડની સહમતી છે, વડાપ્રધાનની સહમતી છે, પાર્ટી પ્રેસિડન્ટની સહમતી છે અને ગૃહ મંત્રીની સહમતી છે. સરકાર હવે દાઝ્યા પર ડામ દેશે, બહેનોને એરેસ્ટ કરવાની કોશિષ કરશે, બળતામાં ઘી હોમશે તો આ સારી નિશાની નથી.

ભાજપ લુખ્ખી દાદાગીરી કરવાનું હોય તો ચૂપ રહેવાય નહીં. સમાજની માગણી છે કે રુપાલાને બદલો. તેમણે કેટલાક આગેવાનો તરફ ઈશારો કરતા કહ્યું કે રાજકારણ એવું ન હોવું જોઈએ કે તેમાં તમારે સ્વમાન ગીરવે મૂકવું પડે. રૂપાલાને રાજ્યસભામાં લઈ જાવ તો અમને વાંધો નથી. પરંતુ સમાજની અસ્મિતા અને લાગણીને ઠેસ લાગી છે તે નહીં ચાલે.

વાઘેલાએ કહ્યું કે, દ્રૌપદીના એક વાક્ય પર મહાભારત થયું હતું. ભાજપે બે ઉમેદવાર બદલ્યા તો રૂપાલાને કેમ ન બદલી શકે. આ લડાઈ ભાજપ અને પટેલ સમાજ સામે નથી. પરંતુ સહનશક્તિની એક મર્યાદા હોય છે. કોઈપણ વ્યક્તિ બેન-દિકરીનું અપમાન સહન કરી શકે નહીં. હું હંમેશા ક્ષત્રિય સમાજની સાથે ઉભો રહીશ. વાઘેલાએ એમ પણ જણાવ્યું કે રૂપાલા જે બોલ્યા તે ખોટું બોલ્યા છે. ભાજપમાં સમજણ હોય તો ઉમેદવારને બદલાવે. ક્ષત્રિય સમાજની માંગને ભાજપ સ્વીકારે અને જો જલ્દી નિર્ણય નહીં કરે તો સ્થિતિ વકરશે.

આ દરમિયાન સી. આર. પાટીલના ઘરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બેઠક યોજી હતી. ક્ષત્રિયોનો આક્રોશ કેવી રીતે ઓછો થઈ શકે તે માટે ચર્ચાઓ શરૂ થઇ હતી. ત્યાર પછી પાટીલે કહ્યું કે તેઓ બે હાથ જોડીને ક્ષત્રિયોની માફી માગે છે. ક્ષત્રિયોએ હવે ભાજપને ટેકો આપવો જોઈએ.

બાપુના પ્રશ્ન
► ભાજપની માનસિકતા જ ક્ષત્રિય વિરોધી રહી છે: જો માંગ નહી સ્વીકારાય તો સ્થિતિ પણ વણસશે: સીધી ચેતવણી
► ક્ષત્રિય સમાજની અસ્મીતાને ઠેસ લાગી છે જે ચલાવી લેવાય નહી: જો ઉમેદવાર નહી બદલાય તો વડાપ્રધાન સહિત ભાજપ મોવડીઓની રૂપાલાના વિધાનો પર સહમતી છે તેમ માની લેવાશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj