અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચુસ્ત સુરક્ષા: 300 જવાનો તૈનાત

સાંજે હૈદરાબાદ-કોલકતા વચ્ચે પ્રથમ કવોલીફાયર જંગ: જે ટીમ જીતશે તે સીધી ફાઈનલમાં

Gujarat, Sports | Ahmedabad | 21 May, 2024 | 03:28 PM
♦ હૈદરાબાદનાં હેડ, અભિષેક શર્મા, નટરાજન તથા કોલકતાનાં નારાયણન, રસેલ, વરૂણ ચક્રવર્તી પર નજર: સોલ્ટની ખોટ પડશે
સાંજ સમાચાર

♦ આઈપીએલ ઈતિહાસમાં કોલકતા હૈદરાબાદ સામે 26 માંથી 17 મેચ જીત્યુ છે

 

અમદાવાદ તા.21
 ક્રિકેટ જગતની સૌથી લોકપ્રિય એવી આઈપીએલ ટુર્નામેન્ટના લીગ મેચો ખત્મ થવા સામે હવે ચેમ્પીયનશીપ માટેની બરાબરીની દોડ શરૂ થઈ રહી છે.પોઈન્ટ ટેબલમાં પ્રથમ બે ક્રમે રહેલી કોલકતા નાઈટ રાઈડર્સ તથા સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ કવોલીફાયર મુકાબલો થશે આજનો મેચ જીતનાર ટીમ સીધી ફાઈનલમાં પહોંચશે.જયારે પરાજીત થનાર ટીમને વધુ એક મેચ રમીને ફાઈનલમાં પહોંચવાની તક મળશે.અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં સુરક્ષાથી માંડીને તમામ તૈયારી કરવામાં આવી છે.

અમદાવાદમાં ખેલાનારા આજના મેચમાં સ્ફોટક બેટીંગથી ક્રિકેટ રસીયાઓમાં રોમાંચ જગાવનારા હૈદરાબાદનાં આક્રમક બેટરો હેડ, કલાસીન, અભિષેક શર્મા જેવા ખેલાડીઓ પર નજર રહેશે.જયારે કોલકતાની ટીમમાં સુનિલ નારાયણ, રસેલ, વરૂણ ચક્રવર્તી જેવા ખેલાડીઓ પર નજર રહેશે. ટીમનાં ઓપનર એવા સ્ફોટક બેટર સોલ્ટ રમવાનો નથી વર્લ્ડકપની ટીમમાં સામેલ થવા તે ઈંગ્લેન્ડ પરત ફર્યો છે. એટલે કોલકતાને તેની ખોટ પડી શકે છે.

અત્યાર સુધીમાં આઈપીએલનાં ઈતિહાસમાં બન્ને ટીમો વચ્ચે 26 વખત ટકકર થઈ છે તેમાંથી કોલકતાએ 17 માં તથા હૈદરાબાદે 9 મેચમાં વિજય મેળવ્યો હતો.જોકે આ વખતની હૈદરાબાદની ટીમ આક્રમક ખેલાડીઓથી ભરેલી હોવાથી ખાસ નજર રહે તેમ છે.

આઈપીએનાં કવોલીફાયર જંગને ધ્યાને રાખીને અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમની અંદર તથા બહાર ખાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.પાંચ ડીસીપી 10 એસીપી સહીત 3000 સુરક્ષા જવાનો તૈનાત રહેશે. ઉપરાંત સ્ટેડીયમની અંદર સાદા વેશમાં 800 ખાનગી સુરક્ષા જવાનો પણ રહેશે.

મેચનાં એક દિવસ પૂર્વે જ અમદાવાદ એરપોર્ટથી ચાર આતંકવાદી પકડાયા હોવાના કારણોસર સુરક્ષાનો વિશેષ પ્રબંધ કરવામાં આવ્યો છે. આ ચારેય શ્રીલંકન ત્રાસવાદી ગુજરાતમાં આત્મઘાતી હુમલો કરવા આવ્યાનો ખુલાસો થયો જ છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj