(જીગ્નેશ ભટ્ટ) મોરબી, તા.9
મોરબીના ખાખરાળા ગામે વેકેશન કરવા માટે ઘરે આવેલ યુવાનની છરીના આડેધડ ઘા ઝીકીને યુવાનની હત્યા કરનાર આપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મોરબીના ખાખરાળા ગામે રહેતા જગદીશભાઇ સામતભાઈ કરોતરા (46)એ સાગર ઉર્ફે મૂલું આયદાનભાઈ ડાંગર રહે. ખાખરાળા વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતુ કે, તેનો મોટો દીકરો કિશન જગદીશભાઇ કરોતરા (21) રાજકોટ ખાતે બી.એડ. નો અભ્યાસ અને જીપીએસસીએની પરીક્ષા માટેની તૈયારી પણ કરી રહ્યો હતો કિશન વેકેશન કરવા માટે તેઓના ઘરે ખાખરાળા ગામે આવ્યો હતો અને ત્યારે આરોપીએ તેને છાતી, વાસા, જમણા ખંભા, કાંડા અને જમણા હાથના પોંચાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા જેથી ઇજા પામેલા કિશનને સારવાર માટે મોરબી લાવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનુ મોત થયું હતું જેથી હત્યાનો ગુનો નોંધાયો હતો.
દરમિયાન મોરબી તાલુકાના પીઆઈ એસ. કે. ચારેલ અને તેઓની ટીમ દ્વારા આરોપીને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી અને હાલમાં આ ગુનામાં આરોપી મુળુ ઉર્ફે સાગર આદાનભાઈ ડાંગર (33) રહે. સતનામ સોસાયટી નાની વાવડી મોરબી વાળાની ધરપકડ કરેલ હતી જે આરોપીને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના પાંચ દિવસમાં રિમાન્ડ મંજૂર કર્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy