અંબાજીમાં જય અંબેના જય ઘોષ સાથે પાંચ દિવસીય પરિક્રમાનો પ્રારંભ: 51 શકિતપીઠ પરિક્રમા પર ભકતોનું પ્રયાણ

India, Dharmik | 13 February, 2024 | 04:45 PM
સાંજ સમાચાર

અંબાજી,તા.13
એક જન્મમાં એક સ્થળે 56 શકિતપીઠના દર્શનનો લ્હાવો અને પરિક્રમાના અવસરનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો મનોરથ આજે સાકાર થયો છે એમ જણાવતાં બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલે પવિત્ર યાત્રાધામ અને શકિતપીઠ અંબાજી ખાતે આજથી શરૂ થયેલ શ્રી 51 શકિતપીઠ પરિક્રમા મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુકત ઉપક્રમે વિશ્ર્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આધશકિતપીઠ અંબાજી ખાતે 12મી 16મી ફેબ્રુઆરી સુધી થી 51 શકિતપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે.જેના ઉદ્ઘાટન સમારોહમાં કલેકટર વરૂણકુમાર બરનવાલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્મા સહિત ઉપસ્થિત રહ્યા હતાં.આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્ર્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જેની પાસે સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો છે 51 શકિતપીઠ પરિક્રમા મહોત્સવએ આપણે ધાર્મિક ઉત્સવ છે. વહીવટ તંત્ર દ્વારા યાત્રિકો માટે પાંચ દિવસ સુધી આયોજન કરાયું છે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર.રાવલે પાંચ દિવસીય મહોત્સવમાં કરાયેલા આયોજન ને વ્યવસ્થીત અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે,આ મહોત્સવમાં રહેવા,જમવા અને આવવા જવા માટે ટ્રાન્સપોર્ટની સુવિધા તેમજ રોજેરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. આ પ્રસંગે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે પાંચ દિવસીય આ મહોત્સવમાં શ્રધ્ધાયુઓના આસ્થા જળવાઈ રહે અને તેમને યાત્રાની દિવ્ય અનુભૂતિ થાય એ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસે પાલખીયાત્રા શંખનાદ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જયારે આગામી દિવસોમાં પાદુકા યાત્રા,અમરયાત્રા, ધ્વજા યાત્રા, મશાલ યાત્રા, ત્રિશુલ યાત્રા અને જયોત યાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.આ મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે 7 કલાકે ગબ્બરની તળેટીમાં આરતીનું વિશેષ આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું.

► જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા 51 શકિતપીઠ ખાતે 31 શંખ અને શ્રીયંત્ર અર્પણ કરાયા
શ્રી યંત્ર શકિતપીઠ પરિક્રમા મહોત્સવના પ્રથમ દિવસે પાલખી યાત્રા, શ્રી યંત્ર યાત્રા અને શંખનાદ યાત્રા યોજાઈ હતી જય ભોલે ગ્રુપ અમદાવાદ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ યાત્રા યોજાઈ હતી જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે આમ પણ શકિતપીઠ ખાતે 51 શંખ અર્પણ કર્યા છે સાથે જ 51 શ્રી યંત્ર અર્પણ કરી ખુશી અને ધન્યતા અનુભવી રહ્યા છીએ.જય ભોલે ગ્રુપ અમદાવાદ સહયોગથી મહોત્સવ મંથન અપંગ દિવ્યાંગ સેવા સંકુલ હાજીપુર કલોલની વિદ્યાર્થીઓપણ સહભાગી બની હતી.આ પ્રસંગે વિદ્યાર્થી ફાલ્ગુની ચૌહાણે જણાવ્યું હતું કે અહી આવ્યાની બહુ જ ખુશી છે.

► અંબાજી પરિક્રમા પથ પર જય જલિયાણ સેવા કેમ્પ અલ્પાહાર શરૂ
શ્રી શકિતપીઠ પરિક્રમા મહોત્સવમાં જાણીતા સેવાભાવી સંસ્થા જય જલિયાણા સેવા કેમ્પ દ્વારા અંબાજી ગબ્બર પરિક્રમા પથ પર અલ્પાહારની  વ્યવસ્થા શકિતપીઠ મંદિર, દસ મંદિર સંકુલ નં ગબ્બર પર્વત અંબાજી ખાતે શરૂ કરાઈ છે. જયા બોહળી સંખ્યામાં શ્રધ્ધાંળુએ લાભ લીધો હતો આ બાબતે હિતેશભાઈ ઠાકર જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષનો અમે સેવા કેમ્પ યોજી રહ્યા છીએ.આ વર્ષે પણ વધુલોકો અલ્પાહારનો લાભ લે તે માટે અનુરોધ કરાયો છે.દરરોજ સાંજે 7 કલાકે ગબ્બરની તળેટીમાં આરતીનું વિશેષ આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj