ખારચીયા ગામમાંથી પાંચ જુગારીઓ ઝડપાયા

Crime | Rajkot | 17 May, 2024 | 12:15 PM
ભાયાવદર પોલીસની કામગીરી: પોલીસે રોકડ રૂ.3570 કબ્જે કર્યા
સાંજ સમાચાર

રાજકોટ, તા.17
ભાયાવદર પોલીસે ખારચીયા ગામમાંથી પાંચ જુગારીઓને પકડી પાડયા હતા. પોલીસે રોકડ રૂ.3570 કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગત મુજબ ભાયાવદર પોલીસ મથકના કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા, વિજયભાઈ ભીંભા, વિપુલભાઈ મેટાળીયા પેટ્રોલિંગમાં હતા.

દરમિયાન હકિકત મળેલ કે ખારચીયા ગામમાં કોળીવાસમાં નદીના કાંઠે જુગાર રમતાં હોવાની બાતમી મળી હતી. જે સ્થળે દરોડો પાડી ખારચીયા ગામના  ભુપતભાઈ ભવાનભાઈ વઘેડીયા (ઉ.વ.58), કારાભાઈ વેલજીભાઈ મકવાણા (ઉ.વ.60), પરેશભાઈ લાખાભાઈ લુદરીયા (ઉ.વ.40), કાનાભાઈ ભવાનભાઇ વઘેડીયા (ઉવ. 70) તથા ગોબરભાઈ પુરજીભાઈ મહાલીયા (ઉ.વ.61, રહે.ઓજસ સ્કુલ જેતપુર રોડ ધોરાજી)ને દબોચી લઈ પોલીસે રોકડ રૂ.3570 કબ્જે કર્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj