અમરેલીનાં કાઠમાં ગામે કેન્ડી ખાધા બાદ શ્રમિકાને ફૂડ પોઈઝન: દવાખાને ખસેડાયા

Local | Amreli | 02 April, 2024 | 02:55 PM
લીલીયા મોટામાં સામાન્ય બાબતે યુવાન પર લાકડીથી હુમલો
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.2
 

અમરેલીનાં લુણીધાર ગામેથી કુલ્ફી લઈ ખાનાર કાઠમાં ગામનાં શ્રમિકે ખાતા ફૂડ પોઈઝનીંગ અસર થતા સારવારમાં દવાખાને ખસેડાયા છે.અમરેલી તાલુકાના કાઠમાં ગામે આવેલ કોલડા રોડ ઉપર રહેતા નરેશભાઇ હરસુરભાઇ ડેર નામનાં ખેડૂત યુવકની વાડીએ ડુંગળીનો પાક લેવા સારૂ મજુર આવેલ હતા અને વધુ તડકો હોય જેથી જ ખેડૂત યુવક  લુણીધાર ગામે બાપા સીતારામ ડેરીમાં ભાવેશભાઇ દેવાણી ત્યાંથી કુલ્ફી (કેન્ડી) નંગ-ર8 રૂા. ર80 ની લખેલ લીધેલ હોય જે કેન્ડી ભોગ બનનાર તેમજ મજુરોએ ખાતા તેમને ઉલ્ટી ઉબકા શરૂ થતા અને ચક્કર આવતા ફ્રુડ પોઇઝનીંગ થતા સારવાર અર્થે  અમરેલી સિવિલહોસ્પિટલમાં સારવારમાં દાખલ કરવામાં આવેલ હતા.
 

હુમલો
લીલીયા મોટા ગામે રહેતા આરોપી શાંતિભાઇ પરશોત્તમભાઇ બગડાએ  તે જ ગામે રહેતા ઇકબાલભાઇ ઉર્ફે પીન્ટુ ફિરોઝભાઇ અબડા નામનાં 37 વર્ષિય યુવકને ગત તા. 30ના રાત્રે 11/1પ કલાકે એસ.બી.આઇ. બેન્ક પાસે બેસવા માટે બોલાવી આરોપીએ  તેના મિત્ર નાસીર ઇમદાદ શેખને કેમ ગાળો આપે છો તેમ યુવકને ગાળો આપી મોટર સાયકલ પર બેઠેલ હોય તે મોટર સાયકલને પાટુ મારી યુવકને નીચે પછાડી દઇ લાકડી વડે જમણા પગે મારી પગમાં ફેકચર કરી દઈ અને ડાબા હાથે તથા પગે લાકડી વડે ઇજાઓ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.  

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj