રામકૃષ્ણ પરમહંસ જયંતિ

એક શિષ્ય માટે તેનો ગુરૂ જ તેનો ઈશ્વર છે

Dharmik | 17 February, 2024 | 12:18 PM
સમુદ્રમાં એક પ્રકારની છીપ હોય છે જે સ્વાતિ નક્ષત્રની વર્ષાના એક બુંદ માટે સદા મોઢું ખુલ્લુ રાખીને પાણીમાં તરે છે જેવું સ્વાતિની વર્ષાનું એક ટીપું મોઢામાં પડતા તે મોઢુ બંધ કરીને સમુદ્રના ઉંડાણમાં ડૂબી જાય છે..
સાંજ સમાચાર

 સમુદ્રમાં એક પ્રકારના છીપ હોય છે જે સ્વાતિ નક્ષત્રની વર્ષાના એક બુંદ માટે સદા મોઢું ખુલ્લું રાખીને પાણીમાં તરતી રહે છે. પરંતુ સ્વાતિની વર્ષાનું એક ટીપું પાણી મોઢામાં પડતાં જ તે મોઢું બંધ કરીને સીધા સમુદ્રના ઉંડાણમાં ડૂબી જાય છે. તથા ત્યાં તે જળ બિંદુથી ઉંડારમાં ડૂબી જાય છે.

 આ પ્રમાણે યથાર્થ મુમુક્ષુ સાધક પણ સદ્ગુરૂની શોધમાં વ્યાકુળ થઈને આમ તેમ ભટકતો રહે છે. પરંતુ એકવાર સદ્ગુરૂનો નિકટ મંત્ર પ્રાપ્ત કર્યા પછી તે સાધનાના અગાધ જળમાં ડૂબી જાય છે તથા અન્ય કોઈ તરફ ધ્યાન ન આપી તે સિધ્ધિ લાભ સુધી સાધનામાં લાગેલો રહે છે.

 આવા ગુરૂ જો પંડિત કે શાસ્ત્રજ્ઞન પણ હોય તો ગભરાવાનું કારણ નથી. તેઓએ મુસ્તકયુ જ્ઞાન ભલે ને મેળવ્યું હોય પરંતુ તેનામાં યથાર્થ જ્ઞાનની ઉણપ કયારેય હોતી નથી.

 સાચી ભકિત હોય તો સામાન્ય વસ્તુઓથી પણ ઈશ્વરનું ઉદ્દીપન થઈને સાધક ભાવમાં વિભોર થઈ જાય છે.

 એકવાર કોઈ ગામમાં પસાર થતાં ચૈતન્ય દેવે સાંભળ્યું કે હરિ સંકીર્તનમાં બજાવાવામાં આવતું મૃદંગ આ ગામની માટીમાંથી બને છે. આ સાંભળતા જ બોલી ઉઠયા: આ માટીથી મૃદંગ બને છે’ અને એકદમ બાહ્મયજ્ઞાનથી ભાવસમાધિમાં મગ્ન થઈ ગયા.

 આ માટીથી મૃદંગ બને છે તે મૃદંગને બજાવતા હરિનામ ગાવામાં આવે છે. તે હરિ સૌના પ્રાણોના પ્રાણ છે. તે સુંદરથી પણ સુંદર છે. આ પ્રકારના વિચારો તેમના ચિત્તમાં ખીલ્યા અને તેમનું ચિત્ત હરિમાં સ્થિર થઈ ગયું.

 આથી જેમાં ગુરૂને પ્રતિ સાચી ભકિત હોય છે. તેને ગુરૂના સગા-સબંધીઓને જોઈને ગુરૂનું જ ઉદ્દીપન થાય છે. એટલું જ નહિ ગુરૂના ગામના લોકોને જોઈને પણ તેને તે પ્રકારની ઉદ્દીપના થાય છે અને તે તેમને પ્રણામ કરીને તેમની ચરણરજ ગ્રહણ કરે છે. તેને ખવડાવે પીવડાવે છે. તેમની સેવા સુશ્રુષા કરે છે.

 પોતાની ભકિતના કારણે તે શિષ્ય ગુરૂને મનુષ્યની દ્દષ્ટિથી જોતો નથી. તે એમને ભગવાનના રૂપમાં જૂએ છે. જે રીતે કમળો થતા બધું પીળું દેખાવા લાગે છે તે રીતે આ શિષ્યને પણ બધુ ઈશ્વરમય જોવા મળે છે. તેની ભકિત જ તેના જોવા મળે છે કે ઈશ્વર જ સર્વ શકિતમાન છે તે જ ગુરૂ, માતા-પિતા, પશુ પક્ષી જડ-ચેતન બધું છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj