આચાર્ય ભગવંત શ્રી વિજયયોગતિલકસૂરિજી મ. આદિની પાવન નિશ્રામાં

અમદાવાદમાં તા.22મીના પ્રથમવાર 35 મુમુક્ષુઓ સંસારનો પરિત્યાગ કરીને પ્રવ્રજયાના પંથે પ્રયાણ કરશે

Gujarat | Ahmedabad | 12 April, 2024 | 12:20 PM
11 વર્ષના બાળકથી લઈને 56 વર્ષના પ્રૌઢ સુધીના દીક્ષાર્થીઓ સંયમનો માર્ગ ગ્રહણ કરશે: રિવરફ્રન્ટ પર કરાયું અધ્યાત્મ નગરીનું ભવ્ય નિર્માણ: તા.21મીના વર્ષીદાનનો વરઘોડો
સાંજ સમાચાર

અમદાવાદ,તા.12
જિન શાસનના પાટનગર સમાન અમદાવાદ શહેરના ઈતિહાસમાં કયારેય ન બની હોય તેવી અજબગજબની ઘટના આગામી તા.22 એપ્રિલે બનવા જઈ રહી છે. જૈન ધર્મની અંતિમ તીર્થકર પરમાત્મા મહાવીર સ્વામીના નિર્વાણના 2,550 વર્ષની ઉજવણીના ભાગરૂપે 35 મુમુક્ષુઓ સંસારનો ત્યાગ કરીને પ્રભુ મહાવીરના પંથે વિજય પ્રસ્થાન કરશે.

શહેરના રિવરફ્રન્ટ ઉપર નિર્માણ કરવામાં આવેલી ભવ્ય, દિવ્ય અને સુરમ્ય અધ્યાત્મ નગરીમાં દીક્ષાના મહાનાયક પરમ પૂજય આચાર્યદેવશ્રી વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે 11 વર્ષની ઉમરના બાળકથી લઈને 56 વર્ષના પ્રૌઢ સુધીના 35 મુમુક્ષુઓ દીક્ષા લેશે. આ મુમુક્ષુઓના મહાભિનિષ્ક્રમણ નિમિતે પાંચ દિવસના ભવ્ય મહોત્સવનો પ્રારંભ તા.18 એપ્રિલે થશે.

જેમાં વિશ્વના ખૂણે ખૂણેથી શ્રધ્ધાળુ જૈનો ઉપસ્થિત રહેશે.  પૂજય ગુરૂ ભગવંતો સહિત 400 શ્રમણ શ્રમણી ભગવંતોના ભવ્ય નગર પ્રવેશની સ્વાગત યાત્રા તા.18ના સવારે ધામધુમથી યોજવામાં આવી છે.

દીક્ષા લેનારા 35 મુમુક્ષુઓના વરસીદાનનો ભવ્ય વરઘોડો તા.21 એપ્રિલના સવારે કાઢવામાં આવશે, જેની લંબાઈ આશરે 1 કિલોમીટર જેટલી હશે. રાત્રીના સમયે બે હજાર દીવાઓ દ્વારા રોશની કરવામાં આવશે. અધ્યાત્મ નગરીમાં પરમાત્માની ભકિત માટે રાજસ્થાનના રાજમહેલની થીમ પર ભવ્ય મંદિરની રચના બોલિવુડના આર્ટ ડિરેકટર ચંદ્રશેખર પરબે કરી છે.

ભવ્ય આયોજન
* દીક્ષાના દિવસે 50,000 સાધર્મિકોની પંગતમાં બેસાડીને ભકિત કરવામાં આવશે
* આ માટે 65,000 ચારસ ફુટનું ક્ષેત્રફળ ધરાવતા વિશાળ ભોજન મંડપનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં એક જ પંગતમાં 3,200 ભાવિકો ભોજન કરી શકશે.
* દીક્ષાના દિવસે કુલ 50,000 ભાવિકોની સાધર્મિક ભકિત કરવામાં આવશે, મિઠાઈ, ફરસાણ, શરબત, રાબ, રોટલી, પૂરી કઠોળ, ભાત વગેરે મળીને આશરે 15થી 20

વાનગીઓ રહેશે.
* ચૈત્ર મહિનામાં શાશ્વતી ઓળીના દિવસો હોવાથી ભોજનમાં શાકભાજી તેમજ ફળ ફળાદીનો ઉપયોગ કરાશે નહીં.
* રસોઈ માટે 200 માણસોનો અને પીરસવા માટે 500 માણસોનો સ્ટાફ રાખવામાં આવ્યો છે.
* ભોજન માટે 7,000 કાંસાના થાળીવાટકાના સેટનો ઉપયોગ થશે.
* આ દિવસ જૈન ધર્મના અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણકનો દિવસ પણ છે. મહોત્સવની નિમંત્રણ પત્રિકા અમદાવાદના 40,000 પરિવારોના ઘરે ઘરે પહોંચતી કરાશે.
* વર્ષીદાનના વરઘોડામાં ત્રણ હાથી, ઘોડાઓ, પાંચ વિન્ટેજ કાર, સંગીત મંડળીઓ વગેરેનો સમાવેશ કરવામાં આવશે. પીવાના ઠંડા પાણી માટે બરફનો નહીં પણ સેંકડો માટલાનો ઉપયોગ કરવામાં આવશે.

વર્ષીદાનનો વરઘોડો
* છેક કેરળ, પંજાબ જેવા રાજયોની મશહુર સંગીત મંડળીઓની કળા અમદાવાદમાં નિહાળવા મળશે.
* વર્ષીદાનના વરઘોડાની લંબાઈ જ 1 કિલોમીટણ જેટલી હશે, જે 7 કિલોમીટરનો પ્રવાસ કરશે. 35 મુમુક્ષુઓના સંસારત્યાગ મહોત્સવ નિમિતે રિવરફ્રન્ટ ઉપર ઉભી કરવામાં આવેલી ભવ્ય ધ્યાત્મ નગરીમાં તા.18થી 22 દરમિયાન વિશિષ્ટ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

રાજકોટ, તા.12
જિનશાસનના પાટનગર સમાન અમદાવાદના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી અલૌકિક ઘટના આગામી તા.22મી એપ્રિલના સોમવારે બનવા જઇ રહી છે. જિનશાસનના 24મા તીર્થકર ભગવંત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના 2550ની ઉજવણીના ભાગરૂપે 35 મુમુક્ષુઓ સંસારનો ત્યાગ કરીને પ્રભુ મહાવીરના પંથે પગલા માંડશે.
અમદાવાદના રિવરફ્રન્ટ પર નિર્માણ કરવામાં આવેલ ભવ્ય, દિવ્ય અને સુરમ્ય અધ્યાત્મ નગરીમાં દીક્ષાના મહાનાયક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય યોગતિલક સૂરીશ્ર્વરજી મ.ના વરદ હસ્તે 11 વર્ષની ઉંમરના બાળકોથી લઇને 56 વર્ષના પ્રૌઢ સુધીના 35 મુમુક્ષુઓ પ્રવ્રજ્યાના પંથે પ્રયાણ કરનાર છે.

આ મુમુક્ષુઓના મહાભિન્નષ્ક્રમતા નિમિત્તે પાંચ દિવસના ભવ્ય મહોત્સવનો પ્રારંભ આગામી તા.18ના ગુરુવારથી થશે. જેમાં વિશ્ર્વના ખુણે ખુણેથી ભક્તો ઉપસ્થિત રહેનાર છે. આ મહોત્સવમાં પૂ.ગુરુભગવંતો સહિત 400 શ્રમણ-શ્રમણી ભગવંતોના ભવ્યનગર પ્રવેશની સ્વાગત યાત્રા તા.18ના સવારે ધામધૂમથી યોજવામાં આવનાર છે.
જ્યારે દીક્ષા ગ્રહણ કરનારા 35 મુમુક્ષુઓનો વરસીદાનનો વરઘોડો તા.21ના રવિવારે સવારે નીકળશે જેની લંબાઇ આશરે 1 કિ.મી. જેટલી હશે. રાત્રીના સમયે બે હજાર દીવાઓ દ્વારા રોશની કરવામાં આવશે.

અધ્યાત્મનગરીમાં પરમાત્માની ભક્તિ માટે રાજસ્થાનના રાજમહેલની થીમ પર ભવ્ય મંદિરની રચના બોલીવૂડના આર્ટ ડિરેક્ટર ચંદ્રશેખર પરબે કરી છે.
મહોત્સવની રૂપરેખાપાંચ દિવસના મહોત્સવમાં35 મુમુક્ષુઓના સંસાર ત્યાગ મહોત્સવ નિમિત્તે રિવરફ્રન્ટ ઉપર ઉભી કરવામાં આવેલી ભવ્ય અધ્યાત્મ નગરીમાં તા.18થી 22 દરમ્યાન વિવિધ વિશિષ્ટ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

તા.18ના પહેલા દિવસે ગુરુ ભગવંતોના નગરપ્રવેશ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા, ત્યાર બાદ દીક્ષાનગરીમાં પ્રવેશ અને ઉદ્ઘાટન પ્રવચનો, સાંજે સંધ્યા ભક્તિ યોજવામાં આવશે.
પહેલા દિવસે રાતે અમદાવાદના રાજ માર્ગો પર પહેલી વખત વંદોલીનો અત્યંત વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં રાતના પણ દિવસ જેવી રોશની કરવામાં આવશે. આ વંદોલીમાં ઘોડાની બગીઓ, ઢોલીઓ, ડીજે, રંગબેરંગી પ્રકાશ રેલાવતી છત્રીઓ જોવા મળશે.

તા.19ના સવારે વ્યાખ્યાન સમયે કેટલાંક વિશિષ્ટ પુસ્તકોના વિમોચનનો કાર્યક્રમ કરવામાં આવશે. જેમાં સાહિત્ય આધારીત રાસને લગતા પુસ્તકનું પ્રકાશન કરવામાં આવશે. તપરાંત પુ.ગુરુ ભગવંતના પ્રવચનોનું હિન્દી સંસ્કરણ પ્રકાશિત કરવામાં આવશે. સવારે છાબભરણ તેમજ સ્નાત્ર મહોત્સવ ઉજવવામાં આવશે. રાતે દીક્ષાર્થીઓનો વિદાય સમારંભ જેમાં દીક્ષાર્થીઓ પોતાના મનની વાતો કહેશે.

તા.20ને મહેંદીનો મહોત્સવ, દીક્ષાર્થીને તેના સ્વજનો છેલ્લી વખત હાથમાં મેહંદી પુરીને વિદાય આપશે. મહોત્સવ સંગીતના સથવારે યોજાશે. રાતે સંધ્યા ભક્તિ તેમજ મુમુક્ષુની વિદાયનો કાર્યક્રમ પણ આગળ ચાલશે.

તા.21ને ચોથા દિવસે સવારે 7 કિ.મી. લાંબી વર્ષીદાનની રથયાત્રા કાઢવામાં આવશે ત્યારબાદ મુમુક્ષુઓના સંયમજીવનના ઉપકરણોની ઉછામણી બોલવામાં આવશે. રાતે સુરતના મુમુક્ષુ દેવેશ દ્વારા વિશિષ્ટ પ્રકારે પરમાત્માની ભક્તિ કરાવવામાં આવશે. ભવ્ય મહાપૂજા, રાતે પાઠશાળાના બાળકો દ્વારા બાળનાટિકાની સ્પર્ધા, રાતે અકબર બિરબલના સંવાદના રૂપમાં સૃષ્ટિ સર્વોચ્ચ કાર્ય શું? તે વિષય પર જીવંત દ્રશ્યાવલિ ભજવાશે. પાંચમા દિવસે સવારે 5-31 કલાકે ગુરુ ભગવંતોના મંગલ પ્રવેશ સાથે દીક્ષાની વિધિનો પ્રારંભ થશે. સવારે 7-02 કલાકે મુમુક્ષુને સાધુજીવનના પ્રતિક સમાન રજોહરણ પ્રદાન કરવામાં આવશે. સવારે 9-30 કલાકે લોચની વિધિ થશે. નૂતન દીક્ષીતોના સંસારી નામોને કાયમ માટે રદ કરીને તેમને સાધુ-સાધ્વીજી તરીકેના નૂતન નામ પ્રદાન કરવામાં આવશે.

અમદાવાદના રિવરફ્રન્ટ પર ભવ્ય અધ્યાત્મનગરીનું નિર્માણ

અમદાવાદના ઇતિહાસમાં ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો દીક્ષાનો મહોત્સવ યોજવા માટે સાબરમતી રિવરફ્રન્ટમાં ત્રણ લાખ ચોરસ ફીટ વિસ્તારમાં રાજસ્થાનના ભવ્ય મહેલોની ઝાંખી કરાવતી અધ્યાત્મ નગરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં બે લાખ મીટર કાપડનો અને 2.5 લાખ ચોરસ ફુટ લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનો મુખ્ય મંડપ 60 હજાર ચો.ફુ.નો છે. જેમાં બે હજાર ચોરસ ફુટનું સ્ટેજ મુમુક્ષુ પરિવારો માટે બાંધવામાં આવ્યું છે. બીજા સ્ટેજ પર પૂજ્ય સાધુ ભગવંતો અને ત્રીજા સ્ટેજ પર પૂ.સાધ્વીજી ભગવંતો બિરાજમાન થશે.
મુખ્ય મંડપમાં આશરે 20 હજાર દર્શકો બેસીને દીક્ષાના કાર્યક્રમોને નિહાળી શકશે. ઉનાળાની ગરમીમાં એર ક્ધડીશનર કે પંકાનો ઉપયોગ કર્યા વિના પણ ઠંડક થાય તેવા ઉપાયો કરવામાં આવશે. તેમાં રાત્રીના સમયે બે હજાર દિવાઓ દ્વારા રોશની કરવામાં આવશે.

અધ્યાત્મ નગરીમાં દીક્ષાના સાક્ષી બનવા માટે ફાયર બ્રિગેડની ગાડી સ્થળ પર હાજર જ રહેશે. મુલાકાતી માટે પર્યાપ્ત સંખ્યામાં વોશરૂમની અને ટોઇલેટની પણ સુઘડ વ્યવસ્થા કરવામાં આવી છે.

મહાવીર જન્મ કલ્યાણક દિ’ને વર્ષીદાનનો ભવ્ય વરઘોડો

રાજકોટ, તા.12
જે 35 મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરવાના છે તેમના વર્ષીદાનનો ભવ્ય વરઘોડો દીક્ષાના આગલા દિવસે ચૈત્ર સુદ તેરસે અમદાવાદના રાજમાર્ગો પર નીકળશે. આ દિવસ જૈન ધર્મના અંતિમ તીર્થકર મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણકનો દિવસ પણ છે.

વર્ષીદાનના વરઘોડામાં ત્રણ હાથી, ઘોડાઓ, પાંચ વિન્ટેજ કાર, સંગીત મંડળીઓ વગેરેનો સમાવેશ કરવામાં આવશે. છેક કેરળ અને પંજાબ જેવા રાજ્યોની મશહૂર સંગીત મંડળીઓની કળા અમદાવાદમાં નીહાળવા મળશે. વર્ષીદાનના વરઘોડાની લંબાઇ જ એક કિ.મી. જેટલી હશે, જે 7 કિ.મી.નો પ્રવાસ કરશે.

તા.22મીના દીક્ષાના દિ’ને 50 હજાર સાધર્મિકોની પંગતમાં બેસાડીને ભક્તિ કરવામાં આવશે

રાજકોટ, તા.12
35 દીક્ષાના મહોત્સવના સાક્ષી બનવા માટે તા.18 થી 22 એપ્રિલ દરમ્યાન અધ્યાત્મ નગરીમાં પધારનારા તમામ ભાવિકો માટે ત્રણેય ટંકના ભાવતાં 
ભોજનની સાધર્મિક ભક્તિનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે 65 હજાર ચોરસ ફૂટનું ક્ષેત્રફળ ધરાવતા વિશાળ ભોજન મંડપનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં એક જ પંગતમાં 3200 ભાવિકો ભોજન કરી શકશે.

દીક્ષાના દિવસે કુલ 50 હજાર ભાવિકોની સાધર્મિક ભક્તિ કરવામાં આવશે. મિઠાઇ ફરસાણ, શરબત, રાબ, રોટલી, પુરી, કઠોળ, ભાત, દાળ વગેરે મળીને આશરે 15 થી 20 વાનગીઓ રહેશે.

ચૈત્ર મહિનામાં શાશ્ર્વતી ઓળીના દિવસો હોવાથી ભોજનમાં શાકભાજી તેમજ ફળફળાદિનો ઉપયોગ કરવામાં આવશે નહીં, રસોઇ માટે 200 માણસોનો અને પીરસવા માટે 500 માણસોનો સ્ટાફ રાખવામાં આવ્યો છે. ભોજન માટે 7 હજાર કાંસાના થાળી વાટકાના સેટનો ઉપયોગ કરવામાં આવશે. પીવાના ઠંડા પાણી માટે બરફનો નહીં પણ સેંકડો માટલાનો ઉપયોગ કરવામાં આવશે.

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj