હવે પ્રદેશ કક્ષાએથી ડેમેજ કંટ્રોલ: કાલે ભાજપની ક્ષત્રિય અગ્રણીઓ સાથે બેઠક

રૂપાલાને માફ કરી દો: ક્ષત્રિય સમાજને બે હાથ જોડતા પાટીલ

Gujarat, Saurashtra | Rajkot | 02 April, 2024 | 03:59 PM
◙ અંતે ભાજપ પ્રદેશ પ્રમુખે પણ માફીની મુદ્રા બનાવી: રૂપાલાએ ત્રણ ત્રણ વખત માફી માંગી છે હવે ક્ષત્રિય સમાજ મોટુ મન રાખે: મુખ્યમંત્રી અને ભાજપના ક્ષત્રિય અગ્રણીઓની બેઠક બાદ પ્રદેશ પ્રમુખનો શાંત સૂર
સાંજ સમાચાર

◙ જો કે ઉમેદવાર બદલવાની માંગણી પર મૌન: કાલે બપોરે અમદાવાદ નજીક ગોતામાં ભાજપની ક્ષત્રિય સમાજની ટીમ અગ્રણીઓને મળશે: ઉકેલ શોધવા પ્રયાસ

રાજકોટ: રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિધાનોથી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં પ્રવર્તી રહેલા જબરા રોષ તથા રૂપાલાની ટિકીટ પરત લેવા થયેલી માંગણીમાં હવે ભાજપે સ્થાનિક સ્તરે કરેલા પ્રયાસો નિષ્ફળ જતા અને રાજયના સિમાડા ઘટીને આંદોલન અન્ય રાજયમાં પણ ફેલાશે તેવો ડર લાગતા આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ તથા સંગઠન મહામંત્રી રત્નાકરની હાજરીમાં ભાજપના ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં હવે ક્ષત્રિય સમાજને મનાવવા અને રૂપાલાની માફી સ્વીકારીને વિરોધ પડતો મુકવા આવતીકાલે આ સમાજના અગ્રણીઓ સામે બેઠક બોલાવી છે.

ગઈકાલે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે દિલ્હીમાં મોવડીમંડળને પરીસ્થિતિથી વાકેફ કર્યા હતા અને બાદમાં આજે સવારે સી.આર.પાટીલના નિવાસે મળેલી બેઠક બાદ શ્રી પાટીલે એક પત્રકારો સાથેની વાતચીતમાં પુર્વ ભૂમિકા બાંધતા કહ્યું કે પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે ટિપ્પણી કરી છે તેની સામે રોષ સર્જાય તે સ્વાભાવિક છે. પરંતુ રૂપાલાએ ત્રણ ત્રણ વખત માફી માંગી છે.

પ્રદેશ પ્રમુખે સ્વીકાર્યુ કે છતા પણ રોષ ઓછો થતો નથી અને તેથી આજે મુખ્યમંત્રી સહિતના પક્ષના અગ્રણીઓની હાજરીમાં આ અંગે ચર્ચા વિચારણા થઈ હતી. શ્રી પાટીલે કહ્યું કે આ વિવાદમાં ક્ષત્રિય સમાજ મોટુ મન રાખીને રૂપાલાને માફ કરે અને આ વિવાદનો અંત લાવી સૌ કોઈ ભાજપને માટે કામ કરે તેવી અપીલ કરવામાં આવી છે. શ્રી પાટીલે કહ્યું કે હું બે હાથ જોડીને રૂપાલાએ ભુલ કરી છે અને માફી માંગી છે તે સ્વીકારી લેવા ક્ષત્રિય સમાજને અપીલ કરુ છું.

તેઓએ ઉમેર્યુ કે, હવે આ અંગે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે આવતીકાલે બપોરે ત્રણ વાગ્યે ભાજપના અગ્રણીઓને મળશે અને તેઓને હવે રૂપાલાની માફી સ્વીકારી લેવા અપીલ કરશે. જો કે શ્રી પાટીલે આ તકે રૂપાલાની ટિકીટ રદ કરવા અને નવા ઉમેદવાર અંગે એક મુદાનો જવાબ આપ્યો ન હતો. આમ ક્ષત્રિય સમાજની માંગણી અંગે ભાજપે કોઈ દાદ નહી આપવાનું વલણ લીધુ હોવાનું માનવામાં આવે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj