કચ્છનાં પૂર્વ કલેકટર પ્રદીપ શર્માને જમીન ફાળવણી કેસમાં પાંચ વર્ષની કેદ

Local | Kutch | 19 April, 2025 | 03:43 PM
તત્કાલીન નગરનિયોજક, નાયબ મામલદાર,તત્કાલીન નાયબ કલેકટરને પણ સજા
સાંજ સમાચાર

ભુજ,તા.19
સોપાઈપ્સ લિમિટેડ જિંદાલ, સમાઘોઘા કંપનીને જમીન ફાળવણી મામલે કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા તથા સહ આરોપીઓને 5 વર્ષની સખત કેદ તથા રૂપિયા 10000 નો દંડ ફટકાર્યો છે.

આ ચુકાદો ભુજ કોર્ટના ચોથા અધિક ચીફ જ્યુડિશિય મેજિસ્ટ્રેટે સંભળાવ્યો હતો. પ્રદીપ શર્માની સાથે સાથે આ મામલે નટુભાઈ (તત્કાલીન નગરનિયોજક, ભુજ), નરેન્દ્ર પોપટલાલ (નાયબ મામલતદાર, કચ્છ) અને અજિત સિંહ ઝાલા (તત્કાલીન નિવાસી નાયબ કલેક્ટર, ભુજ) ને પણ દોષિત ઠેરવતા સજા ફટકારવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે, પ્રદીપ શર્માને સરકારના પરિપત્ર અને હુકમ મુજબ 2 હેક્ટર જમીન 15 લાખ રૂપિયાની કિંમતે ઔદ્યોગિક હેતુ માટે જમીન મંજૂર કરવાની સત્તા મળી હતી. જેની સામે તેણમે 47173 ચો.મી. જમીન મંજૂરી કરી દીધી હતી. આ રીતે તેમના પર સરકારના હુકમની અવગણના કરવાનો અને બદઈરાદે સરકારને આર્થિક નુકસાન પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો.

જેમાં તેઓ દોષિત ઠર્યા છે. જેના બાદ ભુજ કોર્ટે આઈપીસીની કલમ 409, 120 (B) હેઠળ કાર્યવાહ કરતાં 5 વર્ષની કેદની સજા અને 10000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

આ સાથે કોર્ટે કહ્યું છે કે, અમદાવાદ કોર્ટ દ્વારા પ્રદીપ શર્માને જે 5 વર્ષની સજા કરવામાં આવી છે તે પૂર્ણ થયા બાદ આ સજાના સમયગાળાની ગણતરી શરૂ કરવામાં આવશે અને જો તે દંડની રકમ નહીં ભરે તો વધુમાં 6 મહિનાની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.  

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj