(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)
ગોંડલ, તા. 12
ગોંડલ નગરપાલિકાએ વિકાસ ને ગતિમાન બનાવી રૂા.53 કરોડનાં ખર્ચે વિવિધ કામોનાં ખાતમુહૂર્ત કરાયા હતા.જેનો લાભ આગામી સમયમાં શહેરીજનોને મળતો થશે.
નગરપાલિકા દ્વારા અમૃત યોજના અંતર્ગત સમગ્ર શહેરના લોકોને શુધ્ધ પાણી અને દરરોજ પાણી મળી રહે તે માટે 30 કરોડના ખર્ચે વોટર સપ્લાય પ્રોજેકટ સહીત નાં ખાતમુહૂર્ત ધારાસભ્યનાં પ્રતિનિધી જ્યોતિરાદિત્યસિંહ (ગણેશ) જાડેજા નાં હસ્તે કરાયુ હતુ.
જેમાં ચાર સ્થળોએ 42 લાખ લીટર અંડરગ્રાઉન્ડ સંપ, 20 લાખ લીટર ઓવરહેડ ટેંક, 3 એમ.એલ.ડી. ફીલ્ટર પ્લાન્ટ, ડી.આઈ.પાઈપ લાઈન, પીવીસી પાઈપ તથા પમ્પ રૂમ-5, પમ્પીંગ મશીનરી, કમ્પાઉન્ડ વોલ, ફલો મીટર ટાંકી રીપેરીંગ નો સમાવેશ થાયછે.
શહેરમાં જે વિસ્તારમાં ભૂગર્ભ ગટર બાકી છે તેવા વિસ્તારોમાં અમૃત યોજના 2.0 અંતગેત 17 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરાયુ હતું. જેમાં 30 કી.મી. ભૂગભે લાઈન, 6400 હાઉસ કનેકશન નો સમાવેશ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત શહેરમાં ભારે વરસાદથી નુકશાન પામેલ રસ્તાઓને રિ-સરર્ફેશ કરવા માટે રૂા.2.00 કરોડની ગ્રાંટના ખાતમુર્હુત જેમાં મોવીયા રોડ, કોલેજ ચોક,લાલ પુલ અને જીઆઈડીસી સહિતના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો તેમજ શહેરમાં અમૃત યોજના અંતગેત આશાપુરા બગીચાને ડેવલોપ કરવા માટે રૂા. 3 કરોડના ખર્ચે ખાતમુહૂત કરવામાં આવ્યુ હતું.
ભારે વરસાદથી ભગવતપરા નદી કાંઠે રીટેઈનીંગ વોલ પડી જવાથી તે રીટેઈનીંગ વોલ આર.સી.સી.બનાવવા માટે 15 મુ નાણાં પંચ યોજના અંતગેત રૂ.1.38 લાખ ના ખર્ચે ખાતમુહૂત કરવામાં આવ્યુ હતું વિવિધ કામોના ખાત મુહૂર્ત વેળા નગર પાલિકા પ્રમુખ અશ્ર્વિનભાઈ રૈયાણી કારોબારી ચેરમેન ક્રિપાલસિંહ જાડેજા ઉપપ્રમુખ પરિતાબેન ગણાત્રા બાંધકામ ચેરમેન જગદીશભાઈ રામાણી, વોટર વર્કસ ચેરમેન શૈલેશભાઈ રોકડ સિનિટેશન શાખા ચેરમેન રમેશભાઈ સૌંદરવા વિજળી શાખા ચેરમેન મનીષભાઈ રૈયાણી,બાગબગીચા ચેરમેન ઊર્મિલાબેન નિલેશભાઈ પરમાર,ભૂગર્ભ ચેરમેન જીગ્નેશભાઈ ઠુમર, નાગરીક બેક ચેરમેન અશોકભાઈ પીપળીયા શહેર પ્રમુખ પિન્ટુભાઈ ચુડાસમા તેમજ નગરપાલિકાના તમામ સદશ્યો સહિત ભાજપ ના આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy