બેંગલુરુ : એક જ પરિવારનાં ચાર લોકોનાં મૃતદેહ સોમવારે સવારે કર્ણાટકના મૈસુરુમાં બે અલગ એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યાં હતાં. પોલીસને સાઉથ મૈસુરુના સંકલપ સેરેન એપાર્ટમેન્ટ્સમાં જોબ કન્સલ્ટન્સી ફર્મ ચલાવી રહેલાં એન્જિનિયર, તેની પત્ની, પુત્ર અને માતાના શંકાસ્પદ સ્થિતિમાં મૃતદેહો મળી આવ્યાં હતાં.
પ્રારંભિક તપાસ બાદ પોલીસે જણાવ્યું કે, દેવામા ડુબેલા એન્જિનિયરે તેની માતા, પત્ની અને પુત્રની હત્યા કરી અને બાદમાં આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી છે. તેની માતા એપાર્ટમેન્ટના બીજા ફ્લેટમાં રહેતી હતી.
મૃતકની ઓળખ ચેતન તરીકે કરવામાં આવી છે, તેની પત્ની રૂપાલી ( 43) તેનાં 15 વર્ષનાં પુત્ર કુશાલ અને ચેતનની માતા પ્રિયંવદા ( 65) તરીકે થઈ છે. પોલીસનાં જણાવ્યાં મુજબ, ચેતનનો મૃતદેહ તેનાં ફ્લેટમાં લટકતો મળ્યો હતો, જ્યારે પત્ની અને પુત્રનો મૃતદેહ ઘરમાં હતો.
ચેતનની માતાનો મૃતદેહ એ જ સંકુલમાં એક અલગ એપાર્ટમેન્ટમાં મળી આવ્યો હતો. પોલીસે ચારનાં મોત અંગે માહિતી આપી હતી. તેને ચેતનનો વોઈસ કોલ મળ્યો, જેમાં તેણે આત્મહત્યાની વાત કબુલ કરી હતી.
પોલીસનાં જણાવ્યાં મુજબ, મૃત્યુનું વાસ્તવિક કારણ હજી સાફ થઈ શક્યું નથી. પૈસાની અછત પણ મૃત્યુનું કારણ હોઈ શકે છે. ચેતન ભારે દેવામાં ડૂબી ગયો હતો. ચેતન મૂળ હસનના એક ગામ ગોરુરનો હતો. દુબઇમાં એન્જિનિયર તરીકે કામ કર્યા પછી, તે 2019 માં મૈસુરુ પાછો ફર્યો અને જોબ કન્સલ્ટન્સી શરૂ કરી હતી.
તે દુબઇ કંપનીઓમાં નોકરી મેળવવા માટે સ્નાતકોને મદદ કરતો હતો. રવિવારે, ચેતન તેનાં પરિવારને ગોરુર મંદિરમાં લઈ ગયો હતો. પાછળથી પરિવારે તેમનાં સાસરીયાના ઘરે ડીનર કર્યુ હતું અને પછી તેમનાં ઘરે પાછા ફર્યા હતાં.
પોલીસ માને છે કે ચેતને તેની પત્ની, પુત્ર અને માતાને ઝેર આપીને માર્ય બાદ આત્મહત્યા કરી છે. એવી પણ આશંકા છે કે ચેતન પરિવારનાં ત્રણ સભ્યોનું ગળું દબાવીને પણ હત્યા કરી હોય શકે છે. મૃત્યુનું ચોક્કસ કારણ શોધવા માટે ફોરેન્સિક અને પોસ્ટ મોર્ટમ અહેવાલોની રાહ જોવાઈ રહી છે.
પોલીસનાં જણાવ્યાં મુજબ, આ ઘટના પહેલાં ચેતન અમેરિકામાં રહેતાં તેનાં ભાઈને બોલાવ્યો હતો. પછી ભાભીએ મૈસુરુમાં ચેતનના માતાપિતાને આ વિશે કહ્યું હતું. પડોશીઓએ અહેવાલ આપ્યો કે પરિવાર એક દાયકાથી વધુ સમયથી આ એપાર્ટમેન્ટમાં રહેતો હતો.
તેઓ સામાન્ય જીવન જીવે છે અને તાજેતરનાં અઠવાડિયામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી અથવા તાણના કોઈ ચિહ્નો બતાવ્યાં ન હતાં. તેનો આખો પરિવાર મિલનસાર હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy