અમરેલી જિલ્લામાં વધુ ચારને પાસામાં ધકેલાયા

Crime | Amreli | 17 April, 2024 | 11:48 AM
જિલ્લા મેજી.નાં વોરંટની બજવણી કરી જેલહવાલે કરાયો
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.17
 

અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહે આગામી લોકસભા સામાન્ય ચુંટણીના અનુસંધાને અમરેલી જિલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. એસ. સી. ફુગસીયાએ બાબરા તથા અન્ય વિસ્તારમાં મિલકત સબંધી ગુનાઓ આચરતો ઇસમ પરશોતમભાઈ ઉર્ફે પસાભાઈ પુંજાભાઈ તળપદા, (રહે.નડીયાદ), વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષક અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટને અમરેલીનાઓ તરફ મોકલી આપેલ હતી. 

જિલ્લા મેજિસ્ટ્રેટ અજય દહિયાએ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ. પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા પરશોતમભાઈ ઉર્ફે પસાભાઈ પુંજાભાઈ તળપદાને પાસા વોરંટની બજવણી કરી, પોરબંદર સ્પેશ્યલ જેલ, પોરબંદર ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.

આવી જ રીતે બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. કે. બી. જાડેજા બગસરાની પાસા દરખાસ્તમાં પાસાનું વોરંટ ઈસ્યું કરતાં, અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા જયદીપ ઉર્ફે ગુડીયો પ્રવિણભાઈ કામળીયાને પાસા વોરંટની બજવણી કરી, પાલરા સ્પેશ્યલ જેલ, કચ્છ - ભુજ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે. અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલે પાસા દરખાસ્તમાં પાસા વોરંટની બજવણી કરી, મધ્યસ્થ જેલ, સુરત ખાતે ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.

ચોથા બનાવમાં પાસાનું વોરંટ ઈસ્યું કરતાં, અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા શિલ્પેશ ઉર્ફે શિલ્પો બાબુભાઈ વાળાને પાસા વોરંટની બજવણી કરી જિલ્લા જેલ, મહેસાણા ખાતે  ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj