જામનગર જિલ્લામાં સિંચાઇ વિભાગ હસ્તકના 14 માંથી ચાર ડેમ તળિયા ઝાટક

Local | Jamnagar | 25 May, 2024 | 02:39 PM
અન્ય જળાશયોમાં જુલાઇ સુધી ચાલે તેટલી જળરાશી ઉપલબ્ધ હોવાથી ઉનાળો હેમખેમ પસાર થઇ જશે: ચોમાસું સમયસર શરૂ થાય તો પાણીની તંગીના દિવસો લોકોએ અને તંત્રએ નહીં જોવા પડે
સાંજ સમાચાર

જામનગર તા.25: જામનગર જિલ્લામાં સિંચાઈ વિભાગના 14 માંથી 4 ડેમ તળિયા ઝાટક થયા છે. આમ છતાં અન્ય જળાશયમાં 1444 ઘનફુટ પાણીનો જથ્થો છે. આ જળાશયોમાં મે થી જુલાઈ સુધી ચાલે તેટલી જળરાશિ હોય ઉનાળો હેમખેમ નીકળી જશે. ચોમાસાનું સમયસર આગમન થશે તો પાણીની તંગી રહેશે નહીં. હજુ પણ અમુક જળાશયમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવતા પાકનું ચિત્ર ઉજળું દેખાઈ રહ્યું છે.

જામનગર શહેરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમમાં હજુ પણ સપ્ટેમ્બર સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે. કારણ કે, રણજીતસાગર ડેમની કુલ  પાણીની કુલ સંગ્રહ ક્ષમતા 27.5 ફુટ છે. જે પૈકી હજુ પણ ડેમમાં 19 ફુટ જેટલું પાણી છે. આથી શહેરીજનોને સપ્ટેમ્બર. સુધી પાણીનો જથ્થો અવિરત મળતો - રહેશે. આથી જો ચોમાસુ મોડુ શરૂ થાય અને વરસાદ ખેંચાય તો પણ શહેરીજનોને એકાતરા પાણી મળતુ રહેશે.

જામનગર શહેર-જિલ્લામાં ગત વર્ષે મેઘરાજાએ સાર્વત્રિક મહેર કરતા જળાશયોમાં પાણની ધીંગી આવક થતાં મોટાભાગના જળાશયો ઓવરફલો થયા હતાં. આથી પાણીની તંગી એકઝાટકે દૂર થઈ હતી. આટલું જ નહીં સિંચાઈ માટે પણ વર્ષ દરમ્યાન પાણી આપવામાં આવતા પાકનું ચિત્ર પણ ઉજળું બન્યું હતું. પરંતુ ઉનાળો આવતા જળાશયોમાં પાણી રહેશે કે કેમ તે ચિંતા તંત્રની સાથે લોકોને સતાવતી હતી.

પરંતુ જામનગર જિલ્લામાં સિંચાઈ વિભાગ હેઠળના 14 જળાશયમાંથી 10 જળાશયોમાં હજુ પણ એટલ કે 17 મેની સ્થિતિએ 1444ઘનફુટ પાણીનો જથ્થો છે. આ જથ્થો મે થી જુલાઈ સુધી ચાલે તેટલો છે.

આથી ઉનાળો હેમખેમ નીકળી જશે અને પાણીની તંગી રહેશે નહીં. જો કે, 4 જળાશયો તળિયા ઝાટક થતાં આ જળાશયમાંથી પીવાનું તથા સિંચાઈ માટે પાણી મેળવતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. જે ડેમ ખાલી થઈ ગયા છે તેમાં ફુલઝર-2, રૂપાવટી, કંકાવટી, ફોફળ-2નો સમાવેશ થાય છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj