સુરતમાં પુત્રીને લેવા ગયેલ આધેડ પર ચાર શખ્સોનો હુમલો કરી હત્યાનો પ્રયાસ

Crime | Rajkot | 12 April, 2024 | 11:59 AM
♦ પાંચ દિવસ પહેલાં ભાવનગરના નશીપર ગામે રહેતાં બાબુભાઈની પુત્રીને સાસરિયામાંથી સુરતનો શખ્સ ભગાડી ગયો ’તો: બાદમાં તેણીને તેડવા ગયેલ તેના પિતા અને મોટા બાપુજી પર જીવલેણ હુમલો કર્યો
સાંજ સમાચાર

♦ બનાવમાં લોહીલુહાણ થતાં યુવતીના મોટા બાપુજીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું: ગંભીર હાલતમાં બાબુભાઈને સારવારમાં રાજકોટ ખસેડાયા: સુરત પોલીસે હત્યા અને હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધ્યો

રાજકોટ,તા.12
સુરતમાં પુત્રીને લેવા ગયેલ ભાવનગર પંથકના આધેડ પર ચાર શખ્સોનો હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવારમાં રાજકોટ ખસેડાયા હતાં.

બનાવ અંગે ભાવનગરના નશીપર ગામે રહેતાં વિક્રમ બાબુભાઈ વાઘેલા (ઉ.વ.21) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વનરાજ માઠુ પરમાર, મુકેશ ઉર્ફે પ્રકાશ, શૈલેષ ઉર્ફે હાદા અને વિશાલનું નામ આપતાં સુરત પુના પોલીસે હત્યા અને હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે માતા-પિતા, પત્ની તથા ભાઈ-બહેન સાથે રહે છે અને નશીપર ગામમાં ઘેંટા બકરા ચારવાનું કામ કરે છે. તે ત્રણ ભાઇઓ એક બહેન છે. એકાદ માસ પહેલા આરોપી વિશાલ પરમાર તેઓની બહેનને વતનથી ભગાડીને સુરત લઇ આવેલ અને ત્રીજા જ દિવસે તે તેના પિતા અને ભાઈઓ સાથે સુરત આવી બહેનને વિશાલ પરમાર પાસેથી પરત લઇ વતન આવી ગયેલા હતાં.

સાત થી આઠ દિવસમાં તેમની બહેનના લગ્ન વાંકાનેર પંથકના બહાદુર સાડમીયા નામના યુવક સાથે લગ્ન કરાવી આપેલા અને લગ્નના દશ દિવસ બાદ તેના બનેવી બહાદુરનો તેમના પિતા પર ફોન આવેલ કે તમારી પુત્રી જતી રહી છે. કયાં ગઇ છે, ખબર નથી, તેમના ફોનમાં વિશાલ નામના છોકરાનો ફોન આવે છે, અને બંનેના ફોટા પણ મોકલે છે. જેથી તમે મારી પત્નીને શોધી આપો તેમ કહ્યું હતું.

બાદમાં ગઈ તા.7 ના તે તેના પિતા અને મોટા બાપુજી સાથે સુરત આવેલા અને પુણા વોટરપાર્ક પાસે ખુલ્લા નીલગીરીના પોપડામાં વિશાલ પરમાર પાસે આવેલા ત્યારે વિશાલ પરમાર અને તેના ભાઇઓ વનરાજ ઉર્ફે વનુરો, મુકેશભાઈ ઉર્ફે પ્રકાશ, શૈલેષ ઉર્ફે હાદા ત્યાં હાજર હતાં અને તેમને જણાવેલ કે, અમારી પુત્રી ક્યાં છે ? આગળ પણ તુ ભગાડી લાવેલો.

હાલમાં તેના લગ્ન થઇ ગયેલા છે, તેમ છતા કેમ ભગાડીને લઇ આવેલ છે, તારી પાસે હોય તો અમે લઇ જઇએ તેમ કહેતા  ચારેય શખ્સો ઉશકેરાઇ ગયેલા અને ઝુપડાની ઉપર મુકેલ સળીયો, પાઇપ અને લાકડા લઇ ઘસી આવી  ફરિયાદીના પિતા અને મોટા બાપુજી ઉપર જીવલેણ હૂમલો કરી માથાના ભાગે ઘા મારેલા અને તે વચ્ચે છોડવવા પડતા હાથના કાંડા પાસે મુઢ માર લાગતા ત્યાંથી ભાગી રોડ પર આવી ગયેલ અને થોડીવારમાં 108 આવી જતાં તેમાં તેના પિતાને સારવારમાં ખસેડેલ અને થોડીવારમાં પોલીસની ગાડીઓ આવી જતા ત્યાં ગયેલ અને સ્થળ ઉપર જોતા તેના મોટા બાપુજીનું મોત નીપજ્યું હતું.  તેમના માથાના ભાગેથી પુષ્કળ લોહી નિકળેલ હતું.

બાદમાં તેના પિતાને વધું સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અત્રે તેમની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે.  બનાવ અંગેની ફરીયાદ પરથી પુના પોલીસે ગુનો નોંધી આરોપીને સકાંજામાં લેવાં તજવીજ હાથ ધરી હતી.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj