ધ્રોલ રોડ ઉપર ફોરચ્યુનર કારમાં ફરી મેચનો સટ્ટો રમનાર ચાર ઝડપાયા

Crime | Jamnagar | 15 April, 2024 | 03:00 PM
કાર સહિત 15.28 લાખનો મુદામાલ કબ્જે: સાત શખ્સોના નામ ખુલ્યા
સાંજ સમાચાર

જામનગર તા.15: 
જામનગરમાં આઈપીએલ 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટની ક્રિકેટ મેચ મોબાઈલમાં લાઈવ નિહાળીને હારજીતના સોદા પાડીને જૂગાર રમતા હોવાના પોલીસે બે દરોડા પાડીને 4 શખસોને રૂ.15.28 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા છે. પન્ટરો સહિત 7 શખસોના નામ ખુલ્યા છે.

જામનગર-ધ્રોલ હાઈવે રોડ ઉપર ફોરચ્યુનર કારમાં ભારત દેશમાં રમાતી આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર સફારી બાઉઝરમાં યુજરઆઈડીથી મોબાઈલ ફોનમાં લાઈવ મેચ નિહાળીને હારજીતના સોદાઓ પાડીને ક્રિકેટનો ડબ્બો ચલાવતા હોવાની બાતમીના આધારે એલસીબીએ સોયલ ટોલનાકા પાસે વોચ ગોઠવીને કારને આંતરી લીધી હતી અને ક્રિકેટ મેચ પર હારજીતના સોદા પાડતા હાર્દિક અશોકભાઈ પોપટ, પ્રવિણ રામજીભાઈ મકવાણા અને પ્રવિણ રાજપાળભા માણેકને ઝડપી લઈને તેના કબ્જામાંથી રોકડ રૂ.7200 તેમજ બે મોબાઈલ ફોન રૂ.15 હજારની કિંમતના અને રૂ.15 લાખની કિંમતની કાર મળીને કુલ રૂ.15,22,200નો મુદામાલ કબ્જે કર્યો છે.

જેમાં હારજીતના. સોદા પાડનાર જીલ (રે.મીઠાપુર), જય રે.રાજકોટ), પ્રતિપાલ (રે.મીઠાપુર), સાકિર શેખ (રે.મીઠાપુર), શીવલો (રે. અમદાવાદ), વીર ઉર્ફે વીરૂ ઝાલા (રે. રાજકોટ)ના નામ ખુલતા તેને ફરાર જાહેર કર્યા છે. શહેરના ગ્રેઈન માર્કેટ ચેમ્બર રોડ ઉપર જાહેરમાં મોબાઈલમાં પંજાબ અને રાજસ્થાન વચ્ચેની ક્રિકેટર મેચ નિહાળીને હારજીતના સોદા પાડતો દીપ ઉર્ફે કાનો દીનેશભાઈ કોટેચાને પોલીસે ઝડપી લઈને તેના કબ્જામાંથી રોકડ રૂ.950 તેમજ મોબાઈલ ફોન મળીને કુલ રૂ.5950નો મુદામાલ કબ્જે શ્રી મુદામાલ કર્યો છે. જેમાં નટુભાઈનું નામ ખુલતા પોલીસે તેને ફરાર જાહેર કર્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj