ડ્રગ્ઝ માફીયાઓ બાદ હવે આતંકી સંગઠનોનાં ટારગેટ પર ગુજરાત

ચારેય આતંકવાદી ગુજરાતમાં આત્મઘાતી હુમલા કરવાના હતા: ચોંકાવનારો ખુલાસો

Gujarat | Ahmedabad | 21 May, 2024 | 11:19 AM
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલા ચાર પૈકિનો એક ત્રાસવાદી પાકિસ્તાન જઈને હેન્ડલરને મળવાનો હતો: અબુ બકરે જ ગુજરાત તેડાવ્યા હતા: લોકલ સંપર્કોની તપાસ
સાંજ સમાચાર

અમદાવાદ,તા.21
અમદાવાદ-એરપોર્ટ પરથી ચાર આતંકવાદી ઝડપાતા ખળભળાટ સર્જાયો જ છે ત્યારે તેઓનાં નિશાને હિન્દુ તથા યહુદી નેતાઓ હોવાનો ખુલાસો થયો છે. 14 દિવસનાં રીમાંડ પર સોંપાયેલા ચારેય ત્રાસવાદીઓની પૂછપરછમાં વધુ કેટલાંક ચોંકાવનારા ધડાકા થવાનું માનવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં કેટલાંક વખતથી કરોડો અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાવાનો સિલસિલો હતો.ડ્રગ્સ માફીયાઓ પછી ત્રાસવાદી સંગઠનોનું ટારગેટ ગુજરાત હોવાની છાપ ઉપસતા સરકાર તથા સુરક્ષા એજન્સીઓ પણ ખળભળી છે.

ગુપ્તચર બાતમીના આધારે શ્રીલંકાથી વાયા ચેન્નાઈ થઈને વિમાન માર્ગે અમદાવાદ આવેલા ચારેય ત્રાસવાદીઓની ઓળખ મોહમ્મદ નુસરત, મોહમ્મદ નફરામ, મોહમ્મદ ફરીસ તથા મોહમ્મદ રસધીન તરીકે થઈ છે. ચારેય શ્રીલંકાનાં નાગરીકો હોવાનું અને ખતરનાક ત્રાસવાદી સંગઠન આઈએસઆઈ ઈસ્લામીક સ્ટેટનાં સંપર્કમાં હોવાનો ધડાકો થયો છે.

પોલીસના સુત્રોએ કહ્યું કે, ચારેય ત્રાસવાદી પાકિસ્તાન સ્થિત આઈએસઆઈના ઓપરેટીવ અબુના સંપર્કમાં હતા. ગુજરાતમાં આત્મઘાતી હુમલા કરવાનો ટારગેટ આપવામાં આવ્યો હતો. યહુદીઓના કેટલાંક મહત્વનાં સ્થળોને નિશાન બનાવવાનું તથા ભાજપ-સંઘ સાથે સંકળાયેલા હિન્દુ નેતાઓ અને યહુદીઓની હત્યા કરવાનું પણ કામ સોંપવામાં આવ્યું હતું.

ષડયંત્રને અંજાબ આપે તે પૂર્વે ચારમાંથી એક ત્રાસવાદી પાકિસ્તાનમાં અબુને મળવા પણ જવાનો હતો. તેની પાસેથી પાકિસ્તાની વિઝા મળી આવ્યા હતા. ત્રાસવાદીઓ ગુજરાત કે ભારતમાં લોકલ સંપર્ક પણ ધરાવતા હોવાની સુરક્ષા એજન્સીઓને શંકા છે.

ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને 15 દિવસ પહેલા એક માહિતી મળી હતી કે ચાર આતંકીઓ ગુજરાતમાં પ્રવશે કરવાના છે. જેના પગલે છેલ્લા પંદર દિવસથી એરપોર્ટ અને રેલવે સ્ટેશન પાર વોચ રાખવામાં આવી હતી. આ ચાર આતંકીઓ ની ઓળખ કરવા માટે ગુજરાત એટીએસએ હજારોની સંખ્ય માં હવાઈ અને ત્રણમાં મુસાફરી કરતા મુસાફરોની યાદી તૈયાર કરી હતી.

જેમાં શંકાના દાયરામાં ઈન્ડિગો ફ્લાઇટના ચાર મુસાફરો આવ્યા હતા. જેના નામ હતા નુસરથ ગની, નફરાન નૈફેર, ફારીસ ફારૂક અને રસદીન રહીમ હતા. ગુજરાત એટીએસે 19મીને રાત્રે 8 વાગે અમદાવાદ એરપોર્ટ પર ફલાઇટ આવે એ પહેલા જ કોર્ડન કરીને નુસરથ ગની, નફરાન નૈફેર, ફારીસ ફારૂક અને રસદીન રહીમને પકડી પડ્યા હતા.

આ ચાર આતંકીઓ અંગ્રેજી કે હિન્દી ભાષા ના જાણતા હતા અને માત્ર તામિલ ભાષા જ જાણતા હોવાથી અમદાવાદના દુભાષિયા મારફતે પૂછપરછ કરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો. આ ચારેય આતંકી ISIS ના આતંકીઓ છે જે ગુજરાત અને ભારતમાં યહૂદી, ખ્રિસ્તી , RSS અને BJP ના લોકો પર હુમલો કે આત્મઘાતી હુમલો કરવાના હતા. જેના માટેની તમામ તૈયારીઓ આ આતંકીઓ કરી નાખી હતી.

આતંકીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, હેન્ડલર અબુ બકર બગદાદીના ગત ફેબ્રુઆરી માસમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા અને આતંકી સંગઠનમાં જોડયા હતા.હેન્ડલર અબુ બકર બગદાદી મૂળ શ્રીલંકાનો છે અને હાલ પાકિસ્તાનમાં વસવાટ કરે છે.

હેન્ડલર અબુ બકર બગદાદીએ ગુજરાત આવવા માટે કહ્યું હતું અને અબુ બેકાર બગદાદીએ શ્રીલંકાના ચલણમાં 4 લાખ રૂપિયા પણ આપ્યા હતા ત્યારે વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ ચાર આતંકીઓ હુમલો કરવા માટેથી હથિયાર પણ ગાંધીનગરના ચિલોડા ખાતેથી નર્મદા કેનાલ પાસે અવાવરૂ જગ્યા પર ત્રણ પિસ્તોલ અને 20 કારતુસ પહેલેથી જ છુપાવીને રખયા હતા, જે લેવા જવાના હતા અને ત્યારબાદ હુમલો કરવાના હતા, પરંતુ તે પહેલા જ ગુજરાત એટીએસએ પકડી પાડયા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj