આઠ ભારતીયોની મુકિત: કતરના શેખ સાથે મોદીની એક મુલાકાતે ચિત્ર પલટી નાખ્યું

India | 12 February, 2024 | 05:39 PM
જાસૂસીના આરોપમાં પકડાયેલા 8 ભારતીય પૂર્વ નૌ સેના અધિકારીઓને કતરની કોર્ટે ફાંસીની સજા સંભળાવેલી
સાંજ સમાચાર

નવીદિલ્હી તા.12
 ભારતની કુટ નીતિના કારણે 8 ભારતીયો કતરની જેલમાંથી બહાર આવી ગયા હતા. તેમાંથી સાતની વતન વાપસી પણ થઈ ગઈ. વતન પરત ફરેલા 7 ભારતીય નાગરિકોએ આ મુકિતનો શ્રેય વડાપ્રધાન મોદીને આપ્યો છે, જોકે આ કહાની આટલી ટુંકી નથી ઘણી લાંબી છે. પહેલા ધરપકડ પછી મોતની સજા હવે મુકિતની સાથે ભારતીય પૂર્વ સૈનિકોની વતન વાપસી થઈ છે. આ મુશ્કેલ સમય 18 મહિનાનો રહ્યો છે.

 વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત સરકાર કતરમાં કસ્ટડીમાં લેવામાં આવેલ દહરા ગ્લોબલ કંપની માટે કામ કરનાર આઠ ભારતીય નાગરિકોની મુકિતનું સ્વાગત કરે છે.

 ઉલ્લેખનીય છે કે 30 ઓકટોબર 2022ના રોજ ભારતીય નૌ સેનાના પૂર્વ અધિકારીઓની કતરમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યાં સુધી તો એ સ્પષ્ટ નહોતું કે તેમને કયા આરોપમાં પકડવામાં આવ્યા હતા. બે મહિના બાદ તેમને જામીન અપાયા હતા. 26 ઓકટોબર 2023માં કતરની કોર્ટે 8 ભારતીય નાગરિકોને ફાંસીની સજા સંભળાવી હતી, બાદમાં ભારત મોતની સજા પર કતર કોર્ટમાં સજા માફી માટે અપીલ દાખલ કરી હતી.

દરમિયાન 1 ડિસેમ્બર 2023માં દુબઈમાં યોજાયેલ સીઓપી 2 સી શીખર સંમેલનમાં વડાપ્રધાન મોદીએ કતરના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાની સાથે મુલાકાત કરી હતી. આ બાદમાં 28 ડિસેમ્બર 2023માં 8 ભારતીયોની ફાંસીની સજા કેદમાં બદલાઈ હતી. જયારે 12 ફેબ્રુઆરીએ ભારત સરકારે બદા 8 અધિકારીઓની મુકિતનું એલાન કરેલું. જેમાં 7 નાગરિકો ભારત પરત ફર્યા હતા. 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj