રાજકોટ, તા.9
શહેરના ધમધમતા વિસ્તાર પરાબજારમાં પૈસા આપવાની ના પાડતા ફ્રૂટના વેપારીને ધારીયા અને છરીના ઘા ઝીંકાયા હતા. ભગવતીપરામાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના ફ્રૂટના ધંધાર્થી રમજાન વોમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સામાપક્ષે દૂધસાગર રોડ દસ ઓરડીમાં રહેતો અને ફ્રૂટનો વેપાર કરતો અબ્દુલ કાદર પણ રમજાને છરીથી હુમલો કર્યાંના આક્ષેપ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. આ અંગે એ ડિવિઝન પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
રમજાન હનીફભાઈ વોમ (ઉંમર વર્ષ 25, હાલ રહે. ભગવતીપરા રાજકોટ, મૂળ મિલની ચાલી શેરી નંબર 3, સુરેન્દ્રનગર)એ આક્ષેપ સાથે જણાવ્યું કે તે ગઈકાલે બપોરે 3:30 વાગ્યા આસપાસ પરાબજારમાં બેંક ઓફ ઇન્ડિયા વાળા ચોકમાં પોતાની રેકડી રાખીને ફ્રુટનો વેપાર કરતો હતો. ત્યારે એક અજાણ્યો માણસ આવ્યો હતો જેણે પૈસાની માંગણી કરી હતી. જોકે, રમજાને આ વ્યક્તિને કહ્યું હતું કે હું કોઈ સાથે પૈસાનો વ્યવહાર કરતો નથી.
જેથી ઉશ્કેરાઈને તેની પાસે પૈસા માંગવા આવેલ વ્યક્તિ સહિત તેની સાથે રહેલા અજાણ્યા માણસોએ ધારિયા અને છરીથી હુમલો કરતા હાથે અને શરીરે ઇજા થઈ હતી. રમજાનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં એ ડિવિઝન પોલીસ છે તેનું નિવેદન નોંધ્યું છે.
સામા પક્ષે અબ્દુલભાઈ હબીબભાઈ કાદર (ઉંમર વર્ષ 48, રહે. દૂધસાગર રોડ, દસ ઓરડી)એ આક્ષેપ કર્યો કે, બપોરે 3:30 વાગ્યે તેઓ પોતાની ફ્રૂટની રેંકડીએ પરાબજારમાં બેંક ઓફ ઇન્ડિયા વાળા ચોકમાં હતા. ત્યારે રમજાને છરી વડે હુમલો કરતા પગમાં ઈજા થઈ હતી. બપોરે 3:30 વાગ્યે બનેલા બનાવ બાદ અબ્દુલભાઈ સાંજે છ વાગ્યા આસપાસ હોસ્પિટલમાં દાખલ થયાં હતા. પોલીસે તેનું નિવેદન લેવા પણ તજવીજ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy