પોલીસ દ્વારા ફુલપ્રુફ સિક્યુરિટી : વડાપ્રધાનનો કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન

Local | Rajkot | 26 February, 2024 | 04:43 PM
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ, ડીસીપી ઝોન 1 સજનસિંહ પરમાર, ડીસીપી ઝોન 2 સુધીરકુમાર દેસાઇ, ડીસીપી ટ્રાફિક પુજા યાદવ ઉપરાંત ગાંધીનગર અને આસપાસના જિલ્લામાંથી આવેલા આઇપીએસ અધિકારીઓનું સફળ સુપરવિઝન
સાંજ સમાચાર

રાજકોટ, તા.26

ગઈકાલે રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેર અને રોડ શો યોજાયા. જેને પગલે રાજકોટમાં સુરક્ષા એજન્સીઓનો લોખંડી પહેરો રહ્યો હતો. 4000થી વધુ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એસપીજી, એનએસજી, સીએમ સિક્યુરિટી ફોર્સ, પીએમ સિક્યુરિટી ફોર્સ, એસઆરપી, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, મેટલ ડિટેક્ટર ટીમો ખડેપડે રહી હતી. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી ઉપરાંત 13 આઇપીએસ - એસપી કક્ષાના અધિકારી, 24 ડીવાયએસપી, 64 પીઆઈ, 218 પીએસઆઇ ઉપરાંત પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ - ટીઆરબી જવાનોનો સુરક્ષા વ્યવસ્થામાં જોડાયા હતા. પોલીસ દ્વારા ફુલપ્રુફ સિક્યુરિટી રખાઈ હતી અને વડાપ્રધાનનો કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ, ડીસીપી ઝોન 1 સજનસિંહ પરમાર, ડીસીપી ઝોન 2 સુધીરકુમાર દેસાઇ, ડીસીપી ટ્રાફિક પુજા યાદવ ઉપરાંત ગાંધીનગર અને આસપાસના જિલ્લામાંથી આવેલા આઇપીએસ અધિકારીઓમાં એન્ડ્રુ મેકવાન, બોટાદ એસપી કિશોર બામરોળીયા, ઈન્ટેલિજન્સના ફાલ્ગુની પટેલ, ઉમેશ પટેલ અને આર.ડી. દેસાઈ સહિતના આઇપીએસ અધિકારીઓનું સફળ સુપરવિઝન રહ્યું હતું. લાખો લોકો અને હજારો વાહનો છતાં ન કોઈ મોટો ટ્રાફિક જામ, કે ન અફરાતફરી. આમ બંદોબસ્ત સફળ રહ્યો હતો.

પોલીસ બોડીવોર્ન કેમેરા, સી.સી.ટી.વી., બાયનોક્યુલર, એચએચએમડી, ડીએફએમડી, વરૂણ, વજ્ર, બેગેજ સ્કેનર જેવા આધુનિક ઉપકરણોથી સજ્જ રહી હતી. સભા સ્થળે લોખંડી બંદોબસ્ત રહ્યો હતો. એસપીજી સાથે રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. વડાપ્રધાન ઉપરાંત અન્ય વીઆઇપીની હાજરી રહેવાની હોવાથી બંદોબસ્ત માટે પ્લાન તૈયાર કરાયો હતો. સુપરવિઝન માટે 13 જેટલા આઇપીએસ-ડીસીપી કક્ષાના અધિકારીઓને જવાબદારી સોંપાઈ હતી. આ સિવાય 24 ડીવાયએસપી, 64 પીઆઈ, 218 પીએસઆઇ, એએસઆઈ - હેડ કોન્સ્ટેબલ - કોન્સ્ટેબલ મળી 2450 કર્મી, 591 ટીઆરબી, 554 હોમગાર્ડ, 76 એસઆરપી જવાનો ખડેપગે રહ્યા હતા. આ ઉપરાંત રાજકોટ શહેરના અન્ય પોલીસ અધિકારીઓ એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા, એસીપી સર્વે જે.બી. ગઢવી, બી.વી.જાધવ, બી.વી.પંડયા, આર.એસ. બારીયા, બી.જે.ચૌધરી, એસીપી ટ્રાફિક જે.બી.ગઢવી, એસીપી એમ.આઇ. પઠાણ, વિશાલ એમ. રબારી ઉપરાંત ક્રાઈમ બ્રાંચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એસઓજી પીઆઈ જે.એમ.કૈલા, પીસીબી પીઆઈ એસ.એસ.રાણે, પીઆઈ વી.આર.પટેલ, એસ.બી. ઝાલા, એમ.બી. મકવાણા, આર.જી.બારોટ, એસ.એમ.જાડેજા, એન.જી.વાધેલા, એમ.એમ.સરવૈયા, જે.આર.દેસાઇ, બી.એમ.ઝણકાટ, બી.ટી.અકબરી, ડી.એમ.હરિપરા, વી.આર.રાઠોડ, આઇ.એન.સાવલીયા, એન.આઇ.રાઠોડ, એ.બી.જાડેજા, જે.એસ.ગામીત, એસ.કે.જાડેજા ,બી.બી.જાડેજા, બી.પી.રજયા, એમ.જી.વસાવા, એમ.એ.ઝણકાટ, કે.જે.મકવાણા સહિતનો સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું. સમગ્ર સભા સ્થળ, સ્ટેજ, વીઆઇપી એરિયા, વીવીઆઇપી એરિયા, સામાન્ય બેઠક વ્યવસ્થા સહિતના એરિયમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના કાર્યક્રમને લઈ અંદાજે પખવાડિયાથી પોલીસ સુરક્ષા બંદોબસ્ત માટે દોડધામ કરી રહી હતી. કાર્યક્રમમાં કોઈ સુરક્ષા ચૂક ન રહેતા અને સુપેરે કાર્યક્રમ સંપન્ન થતા સૌએ મહેનત ફળી હોવાનો હાશકારો અનુભવ્યો હતો. 

લાખો લોકો અને હજારો વાહનો છતાં ન કોઈ મોટો ટ્રાફિકજામ, કે ન અફરાતફરી : બંદોબસ્ત સફળ

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj