વઢવાણમાં સગા ફુવાએ 16 વર્ષની ભત્રીજી ઉપર દુષ્કર્મ ગુજારી છ માસનો ગર્ભ રાખી દીધો

Crime | Surendaranagar | 26 February, 2024 | 12:47 PM
ફુવા સહિત પાંચ શખ્સો વારંવાર દુષ્કર્મ ગુજારતા હતા: ગુનો દાખલ
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)  વઢવાણ તા. 26
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે તેવા સંજોગોમાં હવે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ મારામારી અને ખાસ કરીને હવે દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર  જિલ્લાના વઢવાણ પંથકમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ છે. 16 વર્ષ યુવતી ઉપર વારંવાર સગા ફુવા દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે અને આ અંગે 16 વર્ષ યુવતીને છ માસનો ગર્ભ રહી જતા તેને વઢવાણ પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ કરી છે ત્યારે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

સુરેન્દ્રનગર  જિલ્લાના વઢવાણ પંથકમાં આ પ્રકારની ઘટના બનતા ટોપ ઓફ ધ ટાઉન આ કિસ્સો બન્યો છે મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર  જિલ્લાના વઢવાણ શહેરી વિસ્તારમાં રહેતી 16 વર્ષના યુવતી પોતાની દાદી સાથે વસવાટ કરે છે પરંતુ દાદીને આંખે અંધાપા હોવાના કારણે સગા ફુવાએ તેનો લાભ લીધો છે 16 વર્ષીય યુવતી કે જેની માતાએ બીજા લગ્ન કરી લીધા છે અને પિતા ઘણા વર્ષો પહેલા મૃત્યુ પામ્યા છે અને તેને એક નાનો ભાઈ છે અને અન્ય એક બહેન છે તેના લગ્ન કરી દેવામાં આવ્યા છે અને તેનેથી પણ એક મોટી બહેન છે તે પણ બહાર રહેતી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

ત્યારે આ 16 વર્ષ યુવતી પોતાની દાદી અને નાના ભાઈ સાથે રહેતી હતી પરંતુ સગા ફુવા કે જેના વિશે કોઈ કંઈ વિચારી ન શકે તે ફુવા વારંવાર આ યુવતીના ઘરે આવતો હતો અને તેને ફોસલાવી અને ધમકી તેમજ અન્ય લોભાવની જાહેરાતો કરી અને તેના ઉપર દુષ્કર્મ ગુજારતો હતો તેટલું નહીં પરંતુ અન્ય ચાર જેટલા લોકો પણ વારંવાર આ યુવતી ઉપર દુષ્કર્મ ગુજારતા હતા. જેને લઇને યુવતીને છ મહિના નો ગર્ભ રહી ગયો અને આ બાબતની જાણકારી આજુબાજુના લોકોને થતા યુવતીના મામા તેમજ અન્ય લોકોને આ બાબતની જાણ કરવામાં આવી હતી.

યુવતીના મામા ચોટીલા રહેતા હોય ત્યારે આ બાબતની ચોક આવનારી વિગતો તેમને મળતા તે સુરેન્દ્રનગર ખાતે દોડી આવ્યા હતા અને આ જ સંદર્ભે વઢવાણ ખાતે રહેતી પાણીની મુલાકાત કરવામાં આવતા સમગ્ર બાબતનો ઘટસ્ફોટ થવા પામ્યો હતો આજે સંદર્ભે તે વઢવાણ પોલીસ મથક ખાતે દોડી ગયા હતા અને પોલીસને આ બાબતની જાણ કરી ગુનો દાખલ કરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

વઢવાણ પોલીસે આ બાબતે 16 વર્ષની યુવતી નું નિવેદન લેતા 16 વર્ષની યુવતી એ જણાવ્યું છે કે સગા ફુવા તેમજ અન્ય પાંચ જેટલા લોકો સતત તેના ઉપર દુષ્કર્મ ગુજારતા હતા અને તેના ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારતા હોય તેવી વિગતો વઢવાણ પોલીસને આપી હતી આ બાબતે વઢવાણ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj