રાજકોટ,તા.25
ગોંડલના ગોમટા ગામની સીમમાં આવેલ ફાર્મહાઉસમાં ચાલતાં જુગાર ધામમાં દરોડો પાડી પોલીસે સૌરાષ્ટ્રભરમાંથી જુગાર રમવા આવેલ નવ શખ્સોને પકડી પાડી રૂ।.48 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે જુગાર-કલબનો સંચાલક મયુરસિંહ ઝાલા નાસી છુટતા તેની શોધખોળ આદરી હતી.દરોડાની વિગત મુજબ, ગોંડલ તાલુકા પોલીસ મથકના પ્રો.આઈપીએસ ડો.નવીન ચક્રવર્તીની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલ ચોકકસ બાતમીના આધારે ગોંડલના ગોમટા ગામની મલાર સીમાં આવેલ ફાર્મહાઉસ ચાલતા જુગાર ધામમાં દરોડો પાડી પતાટીંચતા હસમુખ લવજી રાજા (ઉ.વ.67 રહે હસનવાડી શેરી નં.3 લવકુશ મકાન રાજકોટ), રમેશ શામજી જીવાણી (ઉ.વ.55 રહે રસનાળ જોડીયા), રાજુ રાજદેવ (ઉ.વ.67 રહે.પ્રહલાદ પ્લોટ મેઈન રોડ કરણપરા વિસ્તાર રાજકોટ)દિલીપ ચંદુ જસાણી (ઉ.વ.55 રહે કુષ્ણનગર સોસાયટી બાબરા),ઈસ્માઈલ જીવા વકાલીયા (ઉ.વ.52 રહે વાવડી ચોકડી બાવનશાપીરની દરગાહ પાસે મોરબી),હરેશ દયાળજી સૂચક (ઉ.વ.65 રહે એલ.61/244 આકાશદિપ સોસાયટી દુધસાગર રોડ રાજકોટ),નીઝામ કરીમ જેડા (ઉ.વ.44 રહે,વાવડી રોડ પાસે મોરબી) ભાવેશપરી પ્રતાપપરી ગોસાઈ (ઉ.વ.51 રહે લક્ષ્મીવાડી બ્લોક નં.7 કવાટર્સ નંબર પર રાજકોટ અને કૌશિક હરજીવન મેરજા (ઉ.વ.40 રહે ઘુંડળા રોડ સંસ્કાર રેસીડેન્સી સીવાય પેલેસ મોરબીને પકડી પાડી રોકડ રૂ।.6 લાખ અને મોબાઈલ ફોન મળી કુલ રૂ।.48 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, દરોડા વખતે જુગાર કલબ સંચાલક મયુરસિંહ બાબુ ઉર્ફે મહિપતસિંહ ઝાલા (ઉ.વ.56), (રહે અક્ષરધામ શેરી નં.5-ગોંડલ) નાસી છુટતાં તેની શોધખોળ આદરી હતી.ફરાર મયુરસિંહે ગોંડલના ખેડૂત રમલીકભાઈ ભુતની વાડીમાં આવેલ મકાનમાં બહારથી જુગારીઓ બોલાવી નાલ કાઢી જુગાર રમાડતો હોવાનું ખુલ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy