આવતીકાલે ગણેશ ચોથ: ઘઉંથી બનેલા લાડવા વિઘ્નહર્તાને ધરવાનું અનેરૂ મહત્વ

Dharmik | Rajkot | 10 May, 2024 | 03:38 PM
સાંજ સમાચાર

રાજકોટ,તા.10
આવતીકાલ તા.11મે ને શનિવારના રોજ ગણેશ ચોથની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે વર્ષના નવા ઘઉંંમાંથી બનાવેલા લાડવા ગણપતિ દાદાને ધરાવી અને ત્યાર પછી જ નવા વર્ષના ઘઉં વાપરવાની શરૂઆત થાય છે.

વૈશાખ સુદ ચોથને શનિવાર તા 11.5.24ના દિવસે ગણેશ ચોથ છે. વૈશાખ મહિના માં આવતી શુકલ પક્ષની ચોથ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગણેશ ચોથ તરીકે ઉજવાય છે એક માન્યતા પ્રમાણે આ દિવસે ગણપતિદાદા ના લગ્ન થયેલા દરેક શુભકાર્યોમાં ગણપતિ દાદાની પ્રથમ પૂજા કરવામાં આવે છે. ગણપતિ દાદા વિઘ્નોના હર્તા છે. ગણપતિદાદાનો પ્રિયવાર મંગળવાર છે. લાલ વસ્ત્ર લાલકુલ સોપારી ગણપતિદાદાને પ્રિય છે. લગ્ન જેવા શુભ પ્રસંગો મા દિવાલમાં કરવામાં આવતાં કંકુના ચાંદલા એટલે કે દેરડીની પૂજા કરીએ છીએ તે ગણપતિદાદાનો પરિવાર છે જેને માતૃકા કહેવામાં આવે છે. ગણપતિદાદા રિધ્ધિ સિધ્ધિ સાથે પૂજામાં સપરિવાર પધારે છે.

શનીવારે ગણેશ ચોથના દિવસે સવારે નિત્ય કર્મ કરી ત્યારબાદ બાજોઠ કે પાટલા પર લાલવસ્ત્ર પાથરી તેના પર ઘઉંની ઢગલી કરી ગણપતિદાદાને બીરાજમાન કરવા તેની બન્ને બાજુ સોપારીમાં રિધ્ધિ સિધ્ધિ રાખવા દાદાને સિંદુર લગાડી અને ચાંદલો ચોખા કરવા લાલ ફુલ અર્પણ કરવું. વસ્ત્ર જનોઈ અર્પણ કરવા અબીલ ગુલાલ દુર્વા અર્પણ કરવા ધ્રુપ દીપ અર્પણ કરવા નૈવેદ્યમાં ગોળથી બનાવેલા મોદક એટલે કે લાડવા ધરાવા આરતી કરી ત્યાર બાદ પ્રાર્થના કરવી અમારા જીવનમાં કોઈ વિઘ્નો નો આવે ક્ષમા યાચના માગવી. ત્યારબાદ પ્રસાદ ખાવો
 ગણપતિદાદાની ચોખા ચડાવી અંગ પુજા કરી શકાય, ઓમ કપર્દિગણનાથાય નમ: પગની પૂજા કરવી, ઓમ ગણેશાય નમ: ગોઠણની પુજા કરવી, ઓમ ગણનાથાય નમ: સાથળની પુજા કરવી, ઓમ રણકીડાય નમ: કટિની પૂજા કરવી, ઓમ વક્રતુંડાય નમ: હૃદયની પૂજા કરવી, ઓમ લંબોદરાય નમ: કંઠની પૂજા કરવી, ઓમ હેરંબાય નમ: હાથની પૂજા કરવી, ઓમ વિકટાય નમ: મુખની પૂજા કરવી, ઓમ વિઘ્નરાજાય નમ: નેત્રની પૂજા કરવી, ઓમ ધ્રુમવર્ણય નમ: મસ્તકની પૂજા કરવી, ઓમ કપર્દિનેમ નમ: બોલી દાદાના આખા શરીર પર ચોખા ચડાવા, આમ ગણપતિ દાદાની પૂજા કરવાથી અને વૈશાખ સુદ ચોથ ગણેશ ચોથના દિવસે વ્રત રહેવાથી ઘરમાં રિધ્ધિ સિધ્ધિની પ્રાપ્તિ થાય છે.

જે લોકોને જીવનમાં વારંવાર વિઘ્નો આવતાં હોય તથા જે લોકોને પોતાનું મકાન નો હોય તેવા લોકોએ ગણપતિદાદાની પૂજા કરવાથી જીવનના વિઘ્નો દૂર થાય છે અને પોતાના રહેવાના મકાનની પ્રાપ્તિ થાય છે.
(શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંત રત્ન)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj