ગોંડલયાર્ડમાં લસણના ભાવમાં આગ ઝરતી તેજી: 20 કિલોના રૂ 8641 સુધીના ભાવ બોલાયા

Local | Gondal | 10 February, 2024 | 11:17 AM
700 ગુણીની આવક: ઉંચા ભાવ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી
સાંજ સમાચાર

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ,તા.10

સૌરાષ્ટ્ર ગુજરાતમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડના અત્યાર સુધીના ઈતિહાસમાં લસણના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે.આ વર્ષે માર્કેટ યાર્ડમાં નવા લસણની આવકો થાય એ પહેલા જ જૂના લસણની આવકોમાં પણ અછત જોવા મળી છે ગોંડલ માર્કેટ યાર્ડ દર વર્ષે લસણથી ઉભરાઈ જતું હોય છે. 

યાર્ડમાં લસણની 700 ગુણી આવક થવા પામી છે.તેમ છતા  લસણ ની અછતના કારણે લસણના ભાવમાં આગ ઝરતી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.આ સાથે જ માર્કેટ યાર્ડમાં લસણની હરાજીમા જૂના લસણના 20 કિલોના ભાવ રૂપિયા 5000/-થી લઈને ઉંચામાં 8,641/-સુધીના બોલાયા હતા.જે ગોંડલ માર્કેટ યાર્ડના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી વધુ હોવાની વિગતો પણ સામે આવી છે.યાર્ડમાં લસણના ભાવમાં આગ ઝરતી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે ખેડૂતોએ અત્યાર સુધીમાં લસણના જોયા હોય તેવા ભાવ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj