જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાંથી ગેસ રિફિલીંગ કરવાનું કૌભાંડ ઝડપાયું

Local | Jamnagar | 17 April, 2024 | 02:47 PM
પૂર્વ બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડી 36 સિલિન્ડર અને રિફિલીંગના સાધનો સહિતના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લીધો
સાંજ સમાચાર

જામનગર તા.17
જામનગર શહેરના રામેશ્ર્વરનગર વિસ્તારમાંથી એલસીબી પોલીસે રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર ગેર રીફિલીંગ કરવાના કારસ્તાનને ઝડપી પાડ્યું છે. પોલીસે 36 નંગ બાટલા સાથે રીફિલીંગને લગતી સામગ્રી તથા એક છકડો રિક્ષા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.

આ ગેરકાયદે ગેસ રીફિલીંગના કારસ્તાનની એલસીબી પોલીસ મથકેથી જાણવા મળતી વધુ વિગત મુજબ સ્ટાફના હરદીપભાઇ બારડ તથા મયુરસિંહ પરમારને બાતમી મળી હતી કે શહેરના રામેશ્ર્વરનગર, માટેલચોક, નવજીવન સોસાયટીમાં રહેતો અજયસિંહ મહોબતસિંહ જાડેજા નામનો શખ્સ પોતાના ભાડાના મકાનમાં  રાંધણ ગેસના નાના-મોટા બાટલાનો સંગ્રહ કરી ગેરકાયદે ગેસ રીફિલીંગ કરવાનું કારસ્તાન ચલાવી રહ્યો છે.

આ ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસે ગઇકાલે સાંજે આ જગ્યાએ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાંથી 36 નંગ નાના-મોટા ગેસ મળી આવ્યા હતા:. જેના બિલની વિગત માંગતા તેના કોઇ આધાર નહીં હોવાનું અજયસિંહે જણાવ્યું હતું. જેથી પોલીસે રૂા.61,000 ની કિંમતના રાંધણગેસના બાટલા સહિત ગેર રીફિલીંગની નોઝલ તથા તેને લગતી સામગ્રી ઉપરાંત એક છકડો રિક્ષા સહિત રૂા.1,61,000 નો મુદ્દામાલ કબ્જે કરી અજયસિંહની અટકાયત કરી હતી. વધુ પૂછપરછ દરમિયાન અજયસિંહે આ કામ તેના મકાન માલિક ભીખુભા જાડેજાના કહેવાથી કરતો હોવાનું ખુલ્યું હતું.

આ કાર્યવાહી એલસીબી પીઆઇ વી.એમ.લગારિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.કે.કરમટા, પી.એન.મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડિયા, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ કોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડિયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઇ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર દ્વારા કરવામાં આવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj