મંગળવારે વડીયામાં ગૌસેવા મિત્ર મંડળના ઉપક્રમે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન: 11 યુગલોના પ્રભુતામાં પગલા

Local | Rajkot | 28 February, 2024 | 04:57 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા.28
 

શ્રી ગૌ સેવા મિત્ર મંડળ, વડીયા આયોજિત સર્વ જ્ઞાતિ 11 દિકરીઓના સમૂહ લગ્નોત્સવનું જાજરમાન આયોજન આગામી તા.5-3ને મંગળવારે 3જો સમુહ લગ્નોત્સવ જુની હવેલી ગ્રાઉન્ડ, કૃષ્ણપરા, ત્રણ દરવાજા, વડીયા યોજવામાં આવેલ છે. આ સુહ લગ્નોત્સવની માહિતી આપતા લલીતભાઇ વડેરીયાએ જણાવ્યું હતું કે, વડીયા ખાતે છેલ્લા 3 વર્ષથી સમુહ લગ્નોત્સવનું આયોજન વડીયાના સરપંચ મનીષભાઇ ઢોલરીયા, કાળુ મામા, દિનેશભાઇ સંઘાણી, ભરતભાઇ વઘાસીયા સહિતના ગૌશાળા મિત્ર મંડળ વડીયાના મિત્રો તથા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં રહેતા વડીયાના રહેવાસી દ્વારા આયોજન કરવામાં આવેલ છે. આ સમુહ લગ્નોત્સવમાં કોઇ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓના લગ્ન કરાવવામાં આવે છે.

અમરેલી-વડીયા વિસ્તારમાં બ્લડની ખુબ જ અછત રહેતી હોય તેને ધ્યાને લઇ જરુરીયાતમંદ દદીઓને ઇમરજન્સીમાં બ્લડ મળી રહે તે માટે આ વર્ષે સમુહ લગ્નોત્સવમાં બ્લડ ડોનેશન કેમ્પ બપોરે 3 થી 8 સુધી રાખવામાં આવેલ છે.

આ સમુહ લગ્નોત્સવમાં પરબધામના મહંત કરશનદાસબાપુ-સતાધારના મહંત, વિજયબાપુ ભીડભંજન, કમલનાથજીબાપુ સહિત અનેક સંતો-મહંતો નવદંપતિને આશિર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહેશે.

આ સમુહ લગ્નોત્સવમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રુપાલા, ઇફકોના ચેરમેન દીલીપભાઇ સંઘાણી, અમરેલીના સંસદ સભ્ય નારણભાઇ કાછડીયા, વડીયાના ધારાસભ્ય અને ઉપદંડક કૌશિકભાઇ વેકરીયા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પ્રવિણભાઇ તોગડીયા, પૂર્વ કેબીનેટ મંત્રી બાવકુભાઇ ઉંધાણ, પરેશભાઇ ધાનાણી, દિનેશભાઇ પી. પારેખ સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી નવદંપતિને શુભેચ્છા પાઠવશે.

આ સમુહ લગ્નોત્સવને સફળ બનાવવા વડીયાની વિવિધ સંસ્થાઓ જેવી કે અંતિમ યાત્રા રથ સેવા ગ્રુપ, એમ્બ્યુલન્સ સેવા ગ્રુપ, ગાયત્રી ચોક યુવક મંડળ, ગાંધી ચોક યુવક મંડળ, ગુલઝાર ગ્રુપ, ભવાની ચોક યુવક મંડળ, આશાપુરા ગરબી મંડળ, ધુંધળીનાથ યુવક મંડળ, મહેતા લાઇન ગરબી મંડળ, મોરભાઇ ચોક યુવક મંડળ, વેલનાથ યુવક મંડળ, આર.કે. ગ્રુપ, એ-વન ગ્રુપ, ધર્મ ભક્તિ ગ્રુપ, બિલેશ્ર્વર ગ્રુપ, જલારામ ઝુંપડી યુવક મંડળ, બ્રહ્મસમાજ યુવક મંડળ, રાધિકા ધૂન મંડળ, ગોપી મંડળ, કૃષ્ણપરા, મારુતિ અન્નક્ષેત્ર ગ્રુપ, પ્રાણી તૃપ્તિ સેવા મંડળ, વડીયા ગૌશાળા ગ્રુપ, પ્રાણકુંજ ગૌશાળા ગ્રુપ, ગોવર્ધન ગૌશાળા ગ્રુપ, સ્મશાન કમિટિ ગ્રુપ સહિતના અનેક નામની અનામી સંસ્થાઓ સેવા આપશે. 

‘સાંજ સમાચાર’ કાર્યાલય પર માહિતી આપવા લલિતભાઇ વડેરીયા (કાળુમામા), હર્ષદભાઇ સાગર, ભાજપ અગ્રણી અરૂણ નિર્મલ વગેરે આવેલા હતાં.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj