જનરલ ઓબ્ઝર્વર ભવાનીસિંહ દેથાએ આદર્શ આચારસંહિતાના પાલન માટેની તમામ મોનીટરીંગ કમિટીની મુલાકાત લીધી

Local | Rajkot | 20 April, 2024 | 04:19 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા. 20

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 દરમ્યાન અમલમાં આવેલ આદર્શ આચાર સંહિતાના પાલન માટેની મીડિયા સર્ટીફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટી, સી વિજિલ, સોશ્યલ મીડિયા મોનીટરીંગ કમિટી અને હેલ્પલાઇન 1950ના કંટ્રોલરૂમની જનરલ ઓબ્ઝર્વર ભવાનીસિંહ દેથાએ મુલાકાત લીધી હતી. 

જનરલ ઓબ્ઝર્વર ભવાનીસિંહ દેથાએ તમામ પ્રકારના પેઇડ ન્યુઝના પ્રસારણ પર ચાંપતી નજર રાખવા તાકીદ કરી હતી. શ્રી દેથા કંટ્રોલ રૂમની તમામ કાર્યવાહીથી માહિતગાર થયા હતા. હેલ્પલાઇન પર નોંધાતી ફરિયાદનું નિવારણ, ઇલેકટ્રોનિક મીડિયામાં પ્રસારિત થતા સમાચારો, સોશ્યલ મીડિયામાં જોવા મળતી ચૂંટણી સંબંધિત મેટર્સ વગેરેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવા દેથાએ કમિટી મેમ્બર્સને માર્ગદર્શન આપ્યું હતું, અને હીટ વેવથી બચવાના અંગેની તમામ માર્ગદર્શિકાનું યોગ્ય પાલન કરવા મેમ્બર્સને અનુરોધ કર્યો હતો. 

આ તકે લાયેઝન ઓફિસર જનકસિંહ ગોહિલ, કે.વી.મોરી, એમ.સી.એમ.સી.નોડલ ઓફિસર સોનલ જોષીપુરા, સોશ્યલ મીડિયા કમિટીના નોડલ ઓફિસર મનોજ વર્મા, એન.આઇ.સી.ના પલ્લવ કેંડુરકર, આઇ.સી.ટી.ઓફિસર નમ્રતા નથવાણી,  સી વિજિલના નોડલ એચ.કે.સ્વામી, મામલતદાર મહેશ દવે તથા અન્ય નાયબ મામલતદારો ઉપસ્થિત રહ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj