જીસીએસી પોર્ટલમાં સૌરાષ્ટ્ર યુનિ.નાં કુલ સચિવ દ્વારા બી.એડ. કોલેજોની માહિતી અધુરી મોકલાઇ

Local | Rajkot | 02 April, 2024 | 04:49 PM
કોલેજમાં ક્યાં વિષયો ચાલે છે તેની વિગતો નહીં હોવાથી છાત્રોને મુશ્કેલી: કોંગ્રેસ પ્રવકતા ડો. નિદત બારોટની શિક્ષણ મંત્રીને રજુઆત
સાંજ સમાચાર

રાજકોટ, તા.2
 

સૌરાષ્ટ્ર યુનિ. કુલસચિવ દ્વારા જીસીએએસ પોર્ટલમાં બીએડ કોલેજની માહિતીઓ અધુરી મોકલી કોલેજો અને વિદ્યાર્થીઓને નુકસાન થતાં આ બાબતે પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં ડો. નિદત બારોટે શિક્ષણ મંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે.

જેમાં ગુજરાત કોમન એડમીશન સર્વિસીઝનું પોર્ટલ શરુ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા ગુજરાતની સરકારી યુનિ.ઓમાં પ્રવેશ કાર્યવાહી થવાની છે. રાજ્ય સરકારે યુનિ. પાસે સંલગ્ન કોલેજોની વિગતો વિષય પ્રમાણે મંગાવી હતી. સૌરાષ્ટ્ર યુનિ.ના વર્તમાન કુલપતિ નીલાંબરીબેન દવે અને કુલસચિવ રમેશ પરમાર દ્વારા ફરજમાં બેકાળજી રાખીને ગુજરાતના કોમન સર્વિસ પોર્ટલમાં સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન બીએડ કોલેજોની વિગતો અધુરી મુકવામાં આવી છે. દા.ત. વિદ્યાર્થીએ જે કોલેજમાં પ્રવેશ મેળવવો છે તે કોલેજમાં જે તે વિષય ચાલે છે કે નહીં તેની કોઇ વિગત મુકી નથી. રાજકોટમાં સરકારી અનુદાનથી પીડી માલવીયા, જે.જે. કુંડલીયા, ઇન્ટીટયુટ ઓફ લેગ્વેજ ટીચીંગ કોલેજો છે.

આ કોલેજમાં હિન્દી, ગુજરાત, અંગ્રેજી, સંસ્કૃત સહિત ક્યાં વિષયો ચાલે છે તે વિગતો પોર્ટલ પર મુકવામાં આવી નથી. આવું થવાનું કારણે બી.એ. હિન્દી થયેલો વિદ્યાર્થી ઉપરોક્ત 3 કોલેજો પૈકી કઇ કોલેજમાં આ વિષય ચાલે છે તે જાણતો ન હોય તો તેને પોર્ટલ પર કોલેજ કેવી રીતે પસંદ કરવી એ મોટો પ્રશ્ર્ન છે. દરેક કોલેજમાં ક્યા વિષયનો કેટલો ઇન્ટેક છે તે વિગત પોર્ટલ પર હોય તો જ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવાની સરળતા રહે અને તો જ વિદ્યાર્થીઓ જે કોલેજોમાં તેનો વિષય ચાલતો હોય તે કોલેજમાં પ્રવેશ માટે અરજી કરી શકે. કોઇ એક કહે કે એલ.ડી. એન્જી. કોલેજમાં પ્રવેશ આપવાના છે પરંતુ ત્યાં સીવીલ, મીકેનીકલ, ઇલેકટ્રીક્લ અને કોમ્પ્યુટર કઇ બ્રાન્ચ ચાલે છે તેની વિગત મોકલવામાં ન આવી હોય તો વિદ્યાર્થી પ્રવેશ કાર્યવાહીમાં કેવી રીતે ભાગ લઇ શકે.

સૌરાષ્ટ્ર યુનિ.ના આ બેકાળજીની કારણે ગુજરાત કોમન એડમીશન સર્વિસ પોર્ટલ બી.એડ.ની પ્રવેશ કાર્યવાહીમાં વિદ્યાર્થીઓને અન્યાય કરવા જઇ રહ્યા છે. આપને વિનંતિ છે કે ઉત્તર ગુજરાત સહિતની અન્ય યુનિ.એ કઇ કોલેજમાં ક્યા વિષય ચાલે છે તે દર્શાવેલું છે તે પ્રમાણે સૌરાષ્ટ્ર યુનિ. પાસે વિગતો માંગવી જોઇએ. જેથી કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ કઇ કોલેજમાં મળવાપાત્ર છે .

તેનો ખ્યાલ આવી શકે. સૌરાષ્ટ્ર યુનિ.નું વહીવટી તંત્ર ગુજરાત સરકારના નવા અભિગમને બિલકુલ ગંભીરતાથી લેતું નથી તે વારંવાર પ્રતિપાદિત થયું છે. અગાઉ જોડાણ ન ધરાવતી કોલેજને પોર્ટલ પર મુકવામાં આવી હતી અને હવે 60 જેટલી કોલેજોની બી.એડ.ની અધુરી વિગતો પોર્ટલ પર મુકવામાં આવી છે. આ બાબતને ગંભીરતાથી લેતું નથી તે વારંવાર પ્રતિપાદિત થયું છે. આ બાબતને ગંભીરતાથી લઇ તાત્કાલીક યોગ્ય કરવા ડો. નિદત બારોટે માંગણી ઉઠાવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj