ઘોર કળયુગ: મોરબીમાં વૃદ્ધ માતા પિતાને સગા દીકરાએ માર માર્યો, બંને સારવારમાં

Local | Morbi | 17 April, 2024 | 01:35 PM
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) 
મોરબી તા. 17 

 

 મોરબીના માળિયા ફાટક ચોકડી નજીક આવેલ કાંતિનગરમાં રહેતા સુરેશભાઈ જીવણભાઈ ડાભી (60) અને કુંવરબેન સુરેશભાઈ ડાભી (59) નામના વૃદ્ધ દંપતીને તેના જ દીકરાએ માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તે બંનેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે મારામારીના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે સુરેશભાઈ અને તેના પત્ની કુંવરબેનને તેના દીકરાએ જ માર માર્યો હોવાથી ઇજા પામેલ દંપતિને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
 

 ફિનાઇલ પીધું
મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા સરસ્વતીબેન નરેશભાઈ મકવાણા (38) નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા 
 

 વૃદ્ધ સારવારમાં
મોરબી તાલુકાના અંદરણા ગામે રહેતા જયંતીભાઈ અરજણભાઈ મારવાણીયા (65) નામના વૃદ્ધ ઈશ્ર્વરનગરથી ચરાડવા તરફ વાડી વિસ્તારમાં જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહનની હડફેટે ચડી જતા તેઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા 
 

મારામારીમાં ઇજા
મોરબીના શોભેશ્ર્વર રોડ ઉપર મંદિરની પાછળના ભાગમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મુકેશભાઈ પ્રવીણભાઈ દેગામા (32) રહે. શોભેસ્વર રોડ મહાદેવ મંદિર પાછળ વાળાને ઇજાઓ થયો હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj