ચાર દિવસમાં રૂા.1.10 લાખ કરોડના 300થી વધુ વિકાસકામોની ગુજરાતને ભેટ: ભુપેન્દ્ર પટેલ

Gujarat | Rajkot | 26 February, 2024 | 05:46 PM
વડાપ્રધાનનો આભાર માનતા મુખ્યમંત્રી: ગુજરાતમાં ડબલ એન્જીન સરકાર સડસડાટ દોડી રહી છે
સાંજ સમાચાર

રાજકોટ,તા.26
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, આજનો આ અવસર "સહુજન હિતાય- સહુજન સુખાયનાં" ધ્યેય સાથે કાર્યરત સરકારની જનસેવા સુખાકારી પ્રત્યેની પ્રતિબદ્ધતાની સાક્ષી આપતો અવસર છે. વડાપ્રધાનએ ત્રણ દિવસ પહેલા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતને રૂ. 57 હજાર કરોડથી વધુ રકમના, 178 વિકાસ કામોની સોગાદ આપી અને આજે સવારે દ્વારકાધીશની પૂજા-વંદના કરીને આજના વિકાસોત્સવનો પ્રારંભ કરાવીને રૂ. 4,150 કરોડના કામો દ્વારકા-જામનગરને આપ્યા છે.

રાજકોટ ખાતેથી વડાપ્રધાનશ્રીનાં વરદહસ્તે રૂ. 48,000 કરોડથી વધુનાં વિકાસ પ્રકલ્પોની ભેટ મળી છે ત્યારે ગુજરાતની ધરા પરથી માત્ર ચાર દિવસમાં  રૂ.1.10 લાખ કરોડથી વધુના 300 ઉપરાંત કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત રાજ્યના ઈતિહાસમાં પ્રથમ ઘટના હશે તેમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનએ દેશમાં આરોગ્ય ક્ષેત્રે જે શ્રેષ્ઠ હોય તે ગુજરાતમાં પણ હોય તેવા સંકલ્પ સાથે વર્ષ 2020માં વડાપ્રધાનશ્રી દ્વારા એઇમ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એના લોકાર્પણ સાથે સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને નજીકના સ્થળે ઘનિષ્ઠ અને વર્લ્ડક્લાસ અદ્યતન સારવારની સુવિધા મળી રહે તેવી વડાપ્રધાનશ્રીની નેમ આજે સાકાર થઈ છે.

વડાપ્રધાનના દૂરંદેશી દૃષ્ટિકોણ થકી આકાર પામેલી "સૌની યોજના" દ્વારા નર્મદાના જળ સૌરાષ્ટ્રના 115 જળાશયોમાં પહોંચતા આ વિસ્તારમાં પાણીના દુકાળની સમસ્યા આજે ભૂતકાળ બની છે ત્યારે સૌરાષ્ટ્ર માટે આજે આરોગ્ય, પાણી, વીજળી, રસ્તા સુધારણા કનેક્ટીવિટીના વિવિધ પ્રકલ્પોની ભેટ સર્વાંગી વિકાસનો ઉત્સવ બની છે. વડાપ્રધાન દ્વારા મળેલી બહુવિધ વિકાસ પ્રકલ્પોની ભેટથી વિકસિત ભારત2047ના નિર્માણમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવાની નવી દિશા અને પ્રેરણા મળશે તેવો વિશ્વાસ આ તકે મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj