મારી સેન્સ આપજો... ચૂંટણી લડવા ઇચ્છુક અનેક દાવેદારોએ અપેક્ષીતોમાં લોબીંગ કર્યુ

Politics | Rajkot | 26 February, 2024 | 05:17 PM
અનેક ચૂંટણીમાં ધુંઆધાર સેન્સ મેળવનાર અગ્રણીઓના નામ આ સેન્સમાં ગાયબ
સાંજ સમાચાર

રાજકોટ, તા.26
આજે ભાજપ દ્વારા તાત્કાલીક સેન્સનો કાર્યક્રમ નકકી થતા જ પક્ષના અનેક અગ્રણીઓ જેઓ લોકસભા ચૂંટણી લડવા માટે અત્યાર સુધી ખુલ્લેઆમ સેન્સ આપવા જતા હતા તેમાં અનેક હવે નિરીક્ષકો સમક્ષ જવું તે અંગે દ્વિધામાં હોવાથી અપેક્ષીતોમાં પોતાના ટેકેદારો ગોતીને મારી સેન્સ આપજો તેવો સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો હતો.

ગત વખતના સેન્સના અનેક દાવેદારો કે જેઓ ધારાસભા કે લોકસભા દરેક ચૂંટણીમાં પોતાના દાવો રજૂ કરતા હોય તેઓ પણ મોવડી મંડળનો હાલનો મિજાજ પારખીને સેન્સથી દુર રહ્યાની ચર્ચા છે અને તેમાં શહેર ભાજપના પૂર્વ અગ્રણીઓને પણ સમાવેશ થાય છે.

ભાજપના અનેક વખત લોકસભા અને ધારાસભા ચૂંટણી જીતાડવામાં મહત્વની સફળતા અપાવનાર પૂર્વ મેયર અને પૂર્વ પ્રમુખ ધનસુખ ભંડેરી પણ પોતાનો દાવો રજૂ કરશે કે કેમ તે પ્રશ્ન છે. દરેક ચૂંટણીમાં  ઢગલાબંધ સેન્સ મળતી હતી તે અનેક નામો આ સેન્સમાં ગાયબ હોવાની ચર્ચા કાર્યકર્તાઓમાં થવા લાગી છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj