ઓસ્કાર એવોર્ડ આપો... કોહલી-ગંભીર એકબીજાના ગળે મળતા ક્રિકેટ ફેન્સ ખુશ

India, Sports | 30 March, 2024 | 10:54 AM
સાંજ સમાચાર

ભારતીય ક્રિકેટના જાણીતા ખેલાડીઓ વિરાટ કોહલી તથા ગૌતમ ગંભીર વચ્ચે કેટલાક વર્ષોથી સંબંધો સારા ન હતા પરંતુ ગઈકાલે બેંગ્લોરના મેદાનમાં બન્નેએ ગળે મળીને હસતા-હસતા વાતો કરતા જોવા મળતા ગાવસ્કર-રવિશાસ્ત્રી જેવા પુર્વ ક્રિકેટરોથી માંડીને લાખો ક્રિકેટ ફેન્સ પણ દંગ રહી ગયા હતા.

આ દ્રશ્યોની સરાહના કરી હતી. ગાવસ્કર-શાસ્ત્રીએ તો બન્નેને ‘ઓસ્કાર એવોર્ડ’ આપવાની પણ કેમેન્ટ કરી હતી. વાસ્તવમાં કોહલી-ગંભીર વચ્ચેના સંબંધો 2013થી ખરાબ હતા. 2013ના આઈપીએલ મેચ દરમ્યાન મેદાન પર જ ઝઘડો થયો હતો.

2016માં ફરી બાખડયા હતા. સાત વર્ષ બાદ ગત સીઝનમાં લખનૌ ખાતે વધુ એક વખત ઝઘડો થયો હતો. ત્રણ-ત્રણ વખત એકબીજા સામે થયેલા બન્ને ક્રિકેટરો વચ્ચેનું વેર આજીવન રહેવાની શંકા વ્યક્ત થતી હતી તેનાથી વિપરીત બન્ને ગઈકાલે બેંગ્લોરના મેદાનમાં સામે આવ્યા ત્યારે હાથ મિલાવીને ગળે મળ્યા હતા અને હસતા મોઢે વાતચીત પણ કરી હતી.

ગૌતમ ગંભીરે જ પહેલ કર્યાનુ જણાવ્યુ હતું. બન્ને વચ્ચે મતભેદો ખત્મ થયા હતા. મેચની કોમેન્ટરી કરતા તમામ કોમેન્ટેટરો તથા મેદાન અને ટીવી પર દ્રશ્ય નિહાળી રહેલા લાખો ક્રિકેટ ફેન્સ પણ આ દ્રશ્યો જોઈને રોમાંચીત બન્યા હતા. બન્ને ક્રિકેટરોની સરાહના કરી હતી. સોશ્યલ મીડીયા પર પણ આ દ્રશ્યો ખૂબ વાઈરલ થયા છે. ટીવી પ્રસારણમાં પણ આ દ્રશ્યો વારંવાર દર્શાવવામાં આવ્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj