શાંધાઈ,તા.22
સોનાની કિંમતો વધતાં લોકો જુનુ સોનું વેંચવા નીકળ્યા છે અને તેમને માટે હવે ચીનમાં ગોલ્ડ ATM મદદે આવ્યું છે. શાંધાઈના મોલમાં ગોલ્ડ ATM ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે અને તેની એટલી ડીમાન્ડ છે કે મે મહિના સુધીની એપોઈન્ટમેન્ટ ફૂલ છે.
આ ATM માં સોનું મુકવામાં આવે ત્યારે પહેલા એ એને ઓગાળી નાંખે છે. પછી પ્યોરીટી અને વજન તપાસે છે અને 30 મીનીટમાં બેન્કના ખાતામાં આ સોનાનાં નાણાં જમા કરે છે આ રીતે સોનુ વેચવા માટે કોઈ પણ દસ્તાવેજની જરૂર નથી.
આ મશીન ચીનના કિંગહુડ ગ્રુપ દ્વારા સંચાલીત છે અને એમાં 50 ટકાથી વધુ શુધ્ધતાવાળુ 3 ગ્રામથી વધારે સોનું વેંચી શકાય છે. એક ડેમોન્સ્ટ્રેશન વખતે 40 ગ્રામના સોનાના હારનું પ્રતિ ગ્રામ 785 યુઆન (આશરે 9200 રૂપિયા)ના દરે મુલ્યાંકન કરીને 30 મીનીટમાં સોના ધારકનાં બેન્ક-ખાતામાં 36,000 યુઆન (આશરે 4.20 લાખ રૂપિયા) જમા કરી દેવામાં આવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy