રાજકોટ, તા.18
આજે સોના ચાંદીના ભાવમાં ફરી વધારો નોંધાયો છે.આજે સોનામાં રૂ. 600 અને ચાંદીમાં રૂ. 400 નો વધારો થયો છે. તેની સાથેજ સોનાનો ભાવ પહેલી વાર 98650 એ પહોંચ્યા છે. ચીને અમેરિકન બોઇંગની ખરીદી એકાએક બંધ કરવાનો આદેશ કરતાં ટ્રેડ ટેન્શન વધતાં સોનું-ચાંદી વર્લ્ડ માર્કેટમાં મજબૂત રહ્યા હતા.
છેલ્લા કેટલાક મહિનાઓમાં સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે અને તાજેતરમાં જ તે 3300 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. આના મુખ્ય ચાર કારણો છે. માંગમાં વધારો, ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ, વેપાર તણાવ અને ફુગાવો અને આર્થિક મંદીનો ભય.
રશિયા-યુક્રેન યુદ્ધ અને ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષ જેવી ઘટનાઓએ વિશ્વભરમાં અનિશ્ચિતતા વધારી દીધી છે. આ કારણે રોકાણકારો અને મધ્યસ્થ બેન્કો સોનાને સુરક્ષિત અસ્કયામત તરીકે ખરીદી રહ્યાં છે.
અમેરિકાએ તાજેતરમાં આયાત ડ્યૂટીમાં વધારો કર્યો છે, જેનાં કારણે વૈશ્વિક વેપાર પર અસર પડી છે અને આર્થિક મંદી અને ફુગાવાનો ભય વધ્યો છે. તેનાથી પણ સોનાની માંગ વધી છે.
આગામી સમયમાં અક્ષય તૃતીયાનો તહેવાર આવી રહ્યો છે. જેમાં મોટા પ્રમાણમાં સોનાની ખરીદી થાય છે પરંતુ આ વર્ષે ભાવ વધારો હોવાથી બજારમાં નિરસતા જોવા મળી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy