સોનુ 73000ની સપાટીને વટાવી ગયુ; ચાંદીના 83000; રોજેરોજ નવા રેકોર્ડ ભાવ

India, Business | 06 April, 2024 | 03:44 PM
સોનામાં રૂા.1000 તથા ચાંદીમાં 1600નો ઉછાળો
સાંજ સમાચાર

રાજકોટ,તા.6
સોના-ચાંદીના ભાવ સતત સળગતા જ રહ્યા હોય તેમ આજે ફરી નવી ઉંચાઈએ પહોંચ્યા હતા. સોનુ 73000ને વટાવી ગયુ હતું જયારે ચાંદી 83000ના સ્તરે પહોંચી હતી.
રાજકોટમાં આજે દસ ગ્રામ હાજર સોનુ 73150 સાંપડયુ હતું.

વિશ્વબજારમાં 2330 ડોલરની નવી ઉંચાઈએ પહોંચ્યુ હતું. કોમોડીટી એકસચેંજમાં ભાવ 70500ને વટાવી ગયો હતો. ચાંદીનો આંતરરાષ્ટ્રીય ભાવ 27.50 ડોલર થયો હતો. લોકલ માર્કેટમાં હાજર ભાવ 83000 હતો. સોનામાં ગઈકાલની સરખામણીએ 1000 તથા ચાંદીમાં 1600નો ભાવવધારો હતો.

ઝવેરીઓના કહેવા પ્રમાણે વૈશ્વિક ભૌગોલિક ઘટનાક્રમો સોના-ચાંદીના ભાવ સતત ભડકાવી રહ્યા છે. બે-બે યુદ્ધ ચાલુ જ છે ત્યારે ઈરાને ઈઝરાયેલ પર ત્રાટકવાની તૈયારી કર્યાના રિપોર્ટ, અમેરિકામાં ભૂકંપનો આંચકો, વ્યાજદરની અટકળો સહિતના કારણો ભાગ ભજવી રહ્યા છે.

વિશ્વબજારની ઈફેકટ હેઠળ લોકલમાં પણ ભાવ નવો રેકોર્ડ સર્જી રહ્યા છે. રીટેઈલ ઘરાકીને મોટો ફટકો પડવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. છેલ્લા એકાદ અઠવાડિયાથી ઘરાકીમાં માર દેખાવા લાગ્યો જ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj