રાજકોટ, તા.24
છેલ્લા કેટલાક દિવસમાં સોના ચાંદીના ભાવો મા ઉછાળો નોંધાય રહ્યો છે. રાજકોટમા એક સપ્તાહમા 1500 નો વધારો થયો છે. જ્યારે 31 ડીસેમ્બર ના સોનાનો ભાવ રૂ 78500 હતો અને આજે રૂ. 83080 નોંધાયા છે.
આમ એક મહિનામાં રૂ. 4400 નો ધરખમ વધારો થયો છે. ઇન્વેસ્ટર્સની વાત કરીએ તો તેઓને એક મહિનામાં 5.6 ટકાનું વળતર મળ્યું છે. પરંતુ ખરીદી પર અસર થઈ છે. હાલ લગનગાળો ચાલી રહ્યો છે.
જેમાં સોના ચાંદીની બહોળા પ્રમાણમાં ખરીદી થાય છે. પરંતુ વધતા ભાવમાં કારણે ખરીદી ઉપર પણ બ્રેક લાગ્યો છે. હાલ માત્ર લગ્નગાળા ની જરૂરિયાત પ્રમાણે ખરીદી થઈ રહી છે. મોટાભાગના લોકો સોનામાં ઈન્વેસ્ટમેન્ટ માટે સોનાની ખરીદી કરે છે પરંતુ ભાવ વધતા ઈન્વેસ્ટમેન્ટ ખરીદી બંધ થઈ ગઈ છે.
સામાન્ય રીતે વાત કરીએ તો જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં સોનામાં લગભગ પાંચ ટકાનો વધારો નોંધાયો છે, એટલે કે ગયા વર્ષે મળેલા 20 ટકા રિટર્નમાંથી ચોથા ભાગનું રિટર્ન છેલ્લા 23 દિવસમાં આવ્યું છે.
નોંધનીય છે કે, 31 ડિસેમ્બર 2024ના રોજ સોનાની કિંમત 78,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. નવા વર્ષની શરૂઆત 1 જાન્યુઆરી, 2025ના રોજ 440 રૂપિયાના વધારા સાથે થઈ હતી. આજે ગુરુવારે સોનું રૂ.82,900 પર આવ્યું હતું.
આવી સ્થિતિમાં જાન્યુઆરીના આ 23 દિવસોમાં 3920 રૂપિયા એટલે કે 4.80 ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં પણ જોરદાર વધારો જોવા મળ્યો છે. 31 ડિસેમ્બર, 2024ના રોજ ચાંદીની કિંમત 89,700 રૂપિયા પ્રતિ કિલો હતી.
1 જાન્યુઆરી, 2025 ના રોજ, તે રૂ. 800 વધીને રૂ. 90,500 પ્રતિ કિલો થઈ ગયું. ગુરુવારે તેની કિંમત 93,500 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં, આ 23 દિવસમાં 3800 રૂપિયા એટલે કે લગભગ 4.70 ટકાનો વધારો થયો છે.
નબળા આર્થિક ડેટાએ સુરક્ષિત રોકાણ તરીકે સોનાને વધુ આકર્ષક બનાવ્યું છે. નિષ્ણાતોના મતે વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે સોનાના ભાવમાં વધારો ચાલુ રહેશે. જો આપણે સોનાના વળતર પર નજર કરીએ તો, છેલ્લા પાંચ વર્ષમાં સોનાએ લગભગ 15% ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરે પ્રભાવશાળી વળતર આપ્યું છે. આશા છે કે નફાનો આ ટ્રેન્ડ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
ભારતમાં સોનાના ભાવમાં વધારો તહેવારો અને લગ્નની સિઝનને કારણે પણ થાય છે. દેશમાં તેની કિંમતમાં પરિવહન ખર્ચ, સ્થાનિક કર અને અન્ય ખર્ચનો પણ સમાવેશ થાય છે. આ સિવાય ઉચ્ચ આયાત જકાત અને GST છે.
સ્થાનિક બુલિયન એસોસિએશન પણ સોનાની કિંમત નક્કી કરે છે. કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો જોવામાં આવે તો ભારતમાં સોનું ખરીદવું વધુ મોંઘું છે, જ્યારે અમેરિકામાં તે પ્રમાણમાં સસ્તું છે. ડોલર અને રૂપિયાના વિનિમય દરો અને ખરીદ શક્તિમાં તફાવતને કારણે આવું થાય છે.
ઉછાળાનું કારણ
એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટી એન્ડ કરન્સીના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર સોનાના ભાવમાં વધારો વિદેશી બજારમાં તેજીના વલણ અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને કારણે છે.
ગયા વર્ષની જેમ, યુએસ ફેડની અનિશ્ચિત નાણાકીય નીતિ, યુદ્ધના તણાવ અને કેન્દ્રીય બેંકો દ્વારા ખરીદી જેવા કારણો આ વર્ષે પણ સોનાના ભાવમાં વધારો કરી રહ્યા છે. ટ્રમ્પની વેપાર નીતિ અનિશ્ર્ચિતતાના કારણે રોકાણકારો સોનામાં રોકાણ કરી રહ્યા છે.
સોનામાં હવે ‘એક દેશ, એક ભાવ’ની નીતિ: સમગ્ર દેશમાં એક સમાન કિંમત રહેશે
રાજકોટ, તા.24
દેશમાં સોનાના ભાવ જુદા-જુદા શહેરોમાં અલગ-અલગ હોય છે પરંતુ હવે કાશ્મીરથી ક્ધયાકુમારી સુધી સોનાના ભાવ એક સમાન રાખવાની દિશામાં પહેલ શરૂ કરવામાં આવી છે. જેને કારણે સોના-ચાંદીના કારોબારમાં પાદરર્શિતા આવી શકશે.
ભારતમાં વિવિધ ક્ષેત્રો-શહેરોના સોનાના ભાવોમાં તફાવત રહેતો હતો. ઝવેરી બજારમાં પણ કેટલાક વખતથી ગળાકાપ સ્પર્ધા રહી છે અને એક જ શહેરમાં જ્વેલર્સોના ભાવોમાં પણ તફાવત જોવા મળી રહ્યો છે અને તેને કારણે જ્વેલર્સો વચ્ચે પણ આંતરિક વિવાદ ઉભા થઇ રહ્યા છે.
ઝવેરીઓએ એમ કહ્યું કે ડીમાંડ-સપ્લાયનું એક કારણ છે તે સિવાય પરિવહન ભાડામાં તફાવતને કારણે પણ જુદા-જુદા શહેરોમાં ભાવમાં ફર્ક હોય છે.
ઝવેરીઓએ કહ્યું કે આંતરિક વિવાદ તથા જુદા-જુદા ભાવોને એક સમાન કરવાના ઉદેશ સાથે આ વ્યૂહ નક્કી કરવામાં આવ્યો છે. એક દેશ, એક ભાવની નીતિ અંતર્ગત આ પહેલ કરવામાં આવી છે. તૂર્તમાં તે વિશે નિર્ણય લેવામાં આવશે. આ કદમથી સોનાના કારોબારમાં પારદર્શિતા આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy