6 માસમાં સોનુ 25 ટકા મોંઘુ: ઉંચા ભાવ અને આચારસંહિતા-ઘરાકી ઠપ્પ

India, Business | 04 April, 2024 | 05:27 PM
ભાવ રેકોર્ડબ્રેક સ્તરે હોવાથી લગ્નગાળા જેવી ફરજીયાત ખરીદી સિવાય વેપારને ફટકો: આકરી ગરમીનું પણ એક કારણ: મૂલ્ય સ્થિર થયા બાદ વેપાર નોર્મલ થઇ શકવાનો આશાવાદ
સાંજ સમાચાર

રાજકોટ, તા.4
યુએસ ફેડના નિર્ણય બાદ સતત તેજીનો રેકોર્ડ બનાવી રહ્યો છે. સોનુ બુધવારે રૂા.72150 પ્રતિ દસ ગ્રામએ પહોંચ્યું છે. ગોલ્ડ બાદ ચાંદી પણ તેજીના સ્તરે છે અને ચાંદી પ્રતિ કિલોનો રૂા.1650 ભાવ થયો છે. સોના-ચાંદીના ભાવમાં આવેલી તેજીને કારણે ગ્રાહકો ચિંતામાં ગરકાવ થઇ ગયા છે. જ્વેલરી બજારમાં નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં લોકો જુનુ સોનુ વહેચીને જ નવું ખરીદી રહ્યા છે.

ઉમ્મેદમલ ત્રિલોકચંદ જ્વેરીના પ્રમુખ કુમાર જૈનએ જણાવ્યું કે, લોકોના મનમાં તેજીનો ડર એવી રીતે વસી ગયો છે. તેઓ સોનાનાં રૂા.75000 પર જોઇ રહ્યા છે. જેઓના ઘરે લગ્ન પ્રસંગો છે. તેઓ પોતાનું જુનુ સોનુ રીસાયકલ કરી જુનુ વહેચી નવું ખરીદી રહ્યા છે. જેમાં સેટ બેંગલસ બનાવે છે. હવે જુનુ સોનુ ઝડપથી બહાર આવી રહ્યું છે.

કેડિયા કોમોડિટીના પ્રમુખ અજય કેડિયા જણાવે છે કે યુએસ ફેડના નિર્ણય બાદ એકાએક સોનામાં તેજી આવી છે. જેના કારણે સોનામાં રૂા.8000 વધી ગયા છે. છેલ્લા 6 મહિનામાં 23 ટકા ઉછાળો નોંધાયો છે. માર્ચની તેજીને ધ્યાને લઇ હવે લોકો સોનાના ભાવને રૂા.725000એ થઇ રહ્યા છે અને હવે તેમાં પુલ બેક અથવા ઘટાડો આવી શકે છે. એકવાર ફરી થોડા જ સમયમાં રૂા.65000 (2150 ડોલર)એ જોઇ શકાશે. અત્યારે જુનુ સોનુ ઘરોમાંથી નિકળશે. લોંગ ટર્મ આઉટ લુક પોઝીટીવ છે અને હજુ માર્કેટમાં એક પુલ બેક આવશે.

આઇબીજેએના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતા જણાવે છે કે અમેરિકામાં ફુગાવો વધ્યો છે. તેમ છતાં વ્યાજદર ઓછો રહેવાની શક્યતાને કારણે સોનુ રોકાણકારો માટે આકર્ષણ રોકાણ બન્યું છે. આથી આથી ભાવ વધી રહ્યા ચે. બધાને સલાહ આપવામાં આવે છે કે આ રેટ પર થોડુ થોડુ જ સોનુ ખરીદવું, સોનુ ટોચના સ્થાને પહોંચી ભાવ ઘટશે.

આ સ્થિતિ સર્વત્ર છે. આથી સ્થાનિક લેવલે ખરીદીને મોટી અસર પડી છે. રાજકોટના સોનાના વેપારી મધુર આડેસરી જણાવે છે કે ઉભા ભાવના કારણે હાલ માત્ર 10 ટકા જ ખરીદી છે. અત્યારે લગ્નગાળો ચાલુ છે. સામાન્ય દિવસોમાં આ સમયે ખરીદીનો ધમધમાટ ચાલે છે. પરંતુ હાલ સોનાના ઉંચા ભાવના કારણે ખરીદી પર બ્રેક લાગી ગયો છે. વેપારીઓની પરિસ્થિતિ કપરી બની છે.

હાલ ઉનાળાની સખત ગરમીના કારણે પણ અસર જોવા મળી રહી છે. લગ્નગાળામાં મોટાપાયે ખરીદી થાય છે. ફરજીયાત જણાતી ખરીદી પર જ ધ્યાન આપે છે. પરચુરણ ખરીદી પર સંપૂર્ણ બ્રેક લાગી ગયો છે. આ ઉપરાંત હાલ ચૂંટણીને લઇ આચાર સંહિતા લાગુ થઇ હોવાથી પણ ખરીદી પર અસર પડી હતી.

આ તમામ કારણોવસ સોનાની ખુબ ઓછી ખરીદી થઇ રહી છે. આ ઉપરાંત સોનાના વેપારી સોનુ આહોલીયા જણાવે છે કે ઘરાકી એકદમ ઠપ્પ થઇ ચૂકી છે. માર્કેટ સ્થીર થયા બાદ વેપારની આશા છે. સતત વધતા ભાવે લોકોને મુંઝવણમાં મુકયા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj