ગોંડલ : કરો સ્વાગતની તૈયારી, ફરવા આવીએ છીએ: અલ્પેશ કથીરીયાનો ગણેશ જાડેજાને ખુલ્લો પડકાર

Local | Gondal | 26 April, 2025 | 12:06 PM
સોશ્યલ મીડીયામાં બંન્ને જૂથની લડાઈ આગળ વધતા રાજકારણ ગરમાયું: કાલે પોલીસની અગ્નિ પરીક્ષા
સાંજ સમાચાર

ગોંડલ,તા.26
ગોંડલના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. અલ્પેશ કથીરિયાએ પોતાના ફેસબુકમાં પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં "ગોંડલ કરો સ્વાગતની તૈયારી લખ્યું છે. તે ઉપરાંત આગામી તા. 27/04/2025 ને રવિવાર "આખા ગોંડલમાં ફરવા આવીએ છીએ" આ લખાણનો ઉલ્લેખ કર્યો છે આગામી દિવસોમાં આ મુદ્દે વધુ રાજકારણ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

ગણેશ જાડેજા અને અલ્પેશ કથીરિયા વચ્ચે વિવાદનો મામલો વધુ આગળ વધ્યો છે. અલ્પેશ કથીરિયાને ગણેશ જાડેજાએ ખુલ્લો પડકાર ફેંક્યો હતો. તેની સામે હવે અલ્પેશ કથીરિયા અને તેમની ટીમ પણ મેદાનમાં આવી છે. 

અલ્પેશ કથીરિયાએ ગણેશ જાડેજાનો પડકાર ઝીલી કહ્યું અમે આવવા માટે તૈયાર છીએ. અલ્પેશ કથીરિયાએ કહ્યું ગોંડલ કોઈના બાપ દાદાની પેઢી નથી. અમારે બાઉન્સરો પોતાની સાથે રાખવા પડતા નથી. ગણેશ જાડેજાની જ્યાં સભા હશે ત્યાં અમે એકલા જઈશું અને વટથી જઈશું. 

અલ્પેશભાઈ કથીરિયાએ  જણાવ્યું કે હું ગોંડલ આવીશ અને ગોંડલમાં ફરીશું, દર્શન કરીશું, ગોંડલ ચોકમાં જસુ, ચા પીસુ, ગાંઠિયા ખાસુ, ભગવાને પગે લાગીશું, લોકશાહી કેવી ક છે?, ગોંડલમાં ચેક કરવા આવીશું કેવોક માહોલ છે? આખો દિવસ ગોંડલમાં રહીશું. 

બીજી બાજુ અલ્પેશ કથીરિયા ની પોસ્ટ ને લઈ ને ગણેશ ગોંડલ નાં સમર્થકો માં રોષ ફેલાયો છે. ગણેશ ગોંડલ નાં સમર્થન માં રવિવારે ગોંડલ પંથક નાં સમર્થકો રવિવારે અલ્પેશ કથીરિયા સામે વિરોધ પ્રદર્શન કરે તેવી સંભવના છે.

 ઉલ્લેખનીય  છેકે  છેલ્લા ઘણા દિવસ થી    ગોંડલમાં  પુર્વ  ધારાસભ્ય  જયરાજસિહ જાડેજા જૂથ અને અલ્પેશ કથીરિયા,જીગીશા પટેલ, બન્ની ગજેરા વચ્ચે   સોશ્યલ મિડિયા  માં લડાઈ ચાલી રહી છે. બંને જૂથો એકબીજાને પડકાર ફેંકવાની એક પણ તક ચૂકતા નથી.ત્યારે રવિવાર ગોંડલ માટે ’ભારે ’ સાબીત થાય તેવો માહોલ સર્જાયો છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj