દિલ્હી, તા.28
રોના રોગચાળા દરમિયાન પ્રથમ વખત લોકો ઘરેથી કામ કરવાની પરિસ્થિતિ નો સામનો કર્યો હતો. એ જ તર્જ પર હવે કેન્દ્ર સરકાર ’જોબ ઇન યોર હોમટાઉન’ના નવા આઇડિયા પર કામ કરી રહી છે. જો આ પહેલ સફળ થશે તો પ્રથમ વખત નોકરી શોધી રહેલા લોકોને હવે તેમના વતન છોડીને અન્ય શહેરોમાં જવાની જરૂર નહીં પડે.
શ્રમ અને રોજગાર મંત્રાલય એક સિસ્ટમ વિકસાવી રહ્યું છે જેમાં નોકરી શોધનારાઓને સ્થાન, ક્ષેત્ર, નોકરીદાતા, પગાર ધોરણ, આવશ્યક કુશળતા અને અન્ય સુ વિધાઓના આધારે નોકરીઓ ફિલ્ટર કરવાના વિકલ્પો મળશે. મંત્રાલય PM ગતિ શક્તિ પોર્ટલ પર નોકરીના ડેટાને મેપ કરી રહ્યું છે.
મંત્રાલયનું નેશનલ કેરિયર સર્વિસ (NCS) પોર્ટલ એમ્પ્લોયર અને નોકરી શોધનારાઓને જોડતા ડિજિટલ માર્કેટપ્લેસ તરીકે કામ કરે છે, જે બજારમાં નોકરીઓની માંગ અને પુરવઠાને અસરકારક રીતે સંરેખિત કરે છે.
મંત્રાલય PM ગતિશક્તિ પ્લેટફોર્મ સાથે NCS જોબ ડેટાને એકીકૃત કરવા માટે સક્રિયપણે કામ કરી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર અને ગુજરાતે આ દિશામાં પ્રગતિ કરી છે.
આ પ્લેટફોર્મ પર લગભગ 41 લાખ એમ્પ્લોયર્સ નોંધાયેલા છે. જ્યારે, એક કરોડથી વધુ સંભવિત નોકરી શોધનારાઓએ નોંધણી કરાવી છે. PM ગતિ શક્તિને NCS પોર્ટલ સાથે સંકલિત કરીને રોજગારની તકોને જીઓ-ટેગ કરી શકાય છે. સમર્પિત મોબાઇલ એપ્લિકેશન યુવાનોને 20-40 કિલોમીટરની ત્રિજ્યામાં નજીકની રોજગારની તકો શોધવા માટે સક્ષમ બનાવશે.
આનાથી ખાસ કરીને નોકરીની શોધ કરનારાઓને, મર્યાદિત કૌશલ્ય ધરાવતા લોકોને, જેઓ હજુ ઉચ્ચ રોજગારીયોગ્ય નથી, તેમને તેમના સમુદાયોમાં રહીને કમાવાની તક આપશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy