અદ્ભુત, અવિસ્મરણીય, અલૌકિક અને અજાયબી સમાન અબુધાબીનું ઇઅઙજ હિન્દુ મંદિરનું

પુ.મહંતસ્વામી અને વડાપ્રધાન મોદી દ્વારા આવતીકાલે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા - ઉદ્ઘાટન

India, World, Dharmik | 13 February, 2024 | 12:09 PM
◙ રૂા.700 કરોડના ખર્ચે બનેલું અબુધાબીનું BAPS હિન્દુ મંદિર ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ છે : 108 ફૂટ ઉંચુ, 180 ફૂટ પહોળું અને 262 ફૂટ લાંબુ આ ભવ્ય મંદિરમા 7 શિખર, 12 સમરણ, 2 ઘુમટ, 410 પિલ્લર છે
સાંજ સમાચાર

◙ રાજસ્થાનમા 5000થી વધુ કારીગરો દ્વારા કાર્વિંગ કરીને 2000 કિલોમીટર દૂર અબુધાબીમા મોકલવાનું ભગીરથ કાર્ય થયું : પ્રમુખ સ્વામી ઓડિટરીયમમા 3000 લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા

◙ બહારીય દીવારોમા 15000 ટન રાજસ્થાની પિંક પથ્થર અને મંદિરની અંદર 6000 ટન ઇટાલિયન માર્બલનો વપરાશ : 55 ડિગ્રી ગરમી અને 7.0 રીકટર સ્કેલના ભૂકંપમા પણ અડીખમ રહે તેવું બાંધકામ

:: ખાસ અહેવાલ ::
અંકુરભાઇ શાહ

અબુધાબી તા.13

એક મુસ્લિમ રાજા શેખ મોહમ્મદ બિન ઝાયેદએ 27 એકર જમીન હિન્દુ સંસ્કૃતિની ઝાંખી આપતું ભવ્ય ઇઅઙજ મંદિર બનાવા દાન આપી અને ખ્રિસ્તી આર્કીટેક, શીખ મેનેજર, બુદ્ધિસ્ટ એન્જીનીર,પારસી કોન્ટ્રાક્ટર, જૈન ડિરેકટર એ બનાવ્યું દુનિયાની અજાયબી સમાન ઇઅઙજ હિન્દુ મંદિર. આ વાત છે 5 એપ્રિલ 1997ની જયારે પુ. પ્રમુખ સ્વામી મહારાજએ અબુધાબીના વિરાન રણમા હિન્દુ મંદિર બનાવાનો સંકલ્પ કર્યો.

10 ફેબ્રુઆરી 2018એ અબુ ધાબીના પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ એ જમીન આપી, અને શરૂ થયું મંદિર નિર્માણનું ભગીરથ કાર્ય. 20 એપ્રિલ 2019 ના પુ. મહંતસ્વામીએ ફન્ડેશન સ્ટોન મુક્યો અને આવતીકાલેએ પ્રમુખસ્વામી મહારાજનું સ્વપ્ન સાકાર થશે. ભારતના યશશવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથે પુ. મહંતસ્વામી મહારાજ કરશે આ ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા અને ઉદ્ઘાટન.

આ સમગ્ર મંદિરમા સૌથી મોટુ આકર્ષણ છે વોલ ઓફ હાર્મોની જે સ્પોન્સર કરી છે દાઊદી વોરા સમાજના મિત્રોએ, જેમાં વાસુદેવ કુટુંબકમની ઝાંખીના  દર્શન થશે. વિશ્વભરની વિવિધ ભાષા અને સંસ્કૃતિ આ વોલ ઓફ હાર્મોનીમા દર્શાવેલ છે.

આ મંદિરની વઘુ એક ખાસિયત એ છે કે ભારતની 3 મુખ્ય પવિત્ર નદી ગંગા, જમુના અને સરસ્વતી નું પાણી અહીંયા લાવવામા આવ્યું છે અને મંદિરની ફરતે ઝરણાંની જેમ વહે છે. મંદિરમા મુખ્ય 7 મંદિર આવેલ છે જેમાં ભગવાન અક્ષરપુરષોતમ, ભગવાન કૃષ્ણ અને રાધા, ભગવાન રામ અને સીતા માતા, ભગવાન શંકર અને માતા પાર્વતી, ભગવાન જગ્ગાનાથ, ભગવાન આયપ્પા, અને ખાસ તિરૂપતિમા બનાવેલ ભગવાન તિરૂપતિ બાલાજીના મંદિર આવેલ છે.

આફ્રિકન, ચીની, ડચ, ઇજીપ્ત, અરેબીએન, અમેરિકન, બ્રિટિશ અને ઇન્ડિયન સંસ્કૃતિની અલગ અલગ પ્રતિકૃતિ બનાવામા આવેલ છે. રામાયણ, મહાભારત, શિવ પુરાણ, ભાગવત પુરાણ સહીત 7 અલગ ગ્રંથોમાંથી હિન્દુ સભ્યતા લેવામા આવી છે.

10 અલગ અલગ દેશોના 30થી વઘુ પ્રોફેશનલ આર્ટિસ્ટ દ્વારા તૈયાર બનાવેલ આ ડિઝાઇનમા 300 લોડ સેન્સર નાખવામા આવેલ છે જે વિશ્વના કોઈ પણ મંદિરમા પહેલીવાર કરવામા આવ્યું છે. આ લોડ સેન્સર ગરમી, ભૂકંપ સહીતની જાણકારી આપશે જેથી મંદિરનું સ્ટ્રકચર 1000 વર્ષ સુધી ટકી શકે.

આવતીકાલે પ્રાણપ્રતિષ્ઠા થયાં પછી 15મી એ ડે ઓફ હાર્મોની ઉજવવામા આવશે, 16મીએ ડે ઓફ સિવિલયસશન, 17મીએ ડે ઓફ પિસ, 18મીએ ડે ઓફ ગ્રાટિટ્યૂડ, 19મીએ ડે ઓફ વેલ્યુ અને 21મીએ ડે ઓફ ઇન્સપીરેશન ઉજવવામાં આવશે.

મંદિરના ઉદ્ઘાટન પહેલા અનેક સેલિબ્રિટી આજે દર્શન કરવા આવીપહોંચી હતી જેમાં પ્રખ્યાત બોલિવૂડ સિંગર સોનુ નિગમ તેમના પરિવાર સાથે આવ્યા હતા. દેશ વિદેશના મીડિયા પણ આ શણના શાક્ષી બનવા આવી ગયા છે.

મંદિરના પ્રાણપ્રતિષ્ઠા અને ઉદ્ઘાટન સમારંભ માટે ઇઅઙજ સ્વામિનારાયણ સંસ્થાના હજારો કાર્યકર્તા અમેરિકા, લંડન, આફ્રિકા અને ભારતથી અબુ  ધાબી આવી પહોંચ્યા છે. અબુધાબી મંદિરના સંત બ્રહ્મવિહારી સ્વામી અને ટીમની દેખરેખ હેઠણ આવતીકાલના ભવ્ય અને યાદગાર પ્રસંગને વધવવા માટે દરેક કાર્યકરમા અનેરો થનગનાટ જોવામળ્યો હતો. 

વડાપ્રધાન અને UAEના રાજાની દોસ્તીથી મંદિર નિર્માણનું કાર્ય સફળતાપૂર્વક થયું
ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અબુધાબીના પ્રિન્સની દોસ્તીના કારણે મંદિર નિર્માણ કાર્ય વગર વિઘ્નએ પૂરું થયું હતું અને ઞઅઊ સરકાર તરફ કોઈ પણ ખટપટ વગર પૂર્ણ સહયોગ અપાયો હતો. 2018 માં મંદિર ની જમીન સોંપાળી ત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કાર્ય થયું હતું.

મંદિરની પાસે પાર્કિંગનો સંપૂર્ણ ખર્ચ રાજાએ ઉપાડ્યો
અબુધાબી મંદિર બાંધવા માટે 2018મા પહેલા 13.5 એકર જમીન ફાળવામા આવેલ હતી અને એ પછી સૌથી મોટી સમસ્યા મંદિરમા આવનાર દર્શાનથી માટે પાર્કિંગ ની હતી. આ સમસ્યાનો હલ પણ રાજા એ પોતે જ કાઢી મંદિર પરિસરની બાજુ ની વઘુ 13.5 એકર જમીન પાર્કિંગ માટે ફાળવી દીધી હતી અને પાર્કિંગ બનાવા માટે નો સંપૂર્ણ ખર્ચ પણ પોતે આપ્યો હતો.

UAE ના રાજાની ઉદારતા સામે સિમ્બોલ ઓફ ગ્રાટિટ્યૂડ
UAE ના 7 ખાંડ ના રાજા ની ઉદારતા સામે સિમ્બોલ ઓફ ગ્રાટિટ્યૂડની જેમ 7 શિખરો કરવાનું આયોજન થયું હતું. મુખ્ય મંદિરની અંદર 7 અલગ અલગ ભગવાનના શિખરો કરવામા આવ્યા છે.

મંદિરના ઉદ્ઘાટન પૂર્વે યોજાયો વિશ્વ સંવદીતા યજ્ઞ
અબુધાબીના મંદિરના ઉદ્ઘાટન પૂર્વે 980 લોકો દ્વારા વિશ્વ સંવદિતા યજ્ઞ યોજાયેલ હતો. ફેસ્ટિવલ ઓફ હાર્મોનીના ભાગરૂપે યોજાયેલ યજ્ઞમા 7 પંડિતો ખાસ ભારતથી આવેલ હતા જયારે 200 થી વઘુ સ્વયંસેવક ખડે પગે રહ્યા હતા.

 

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj