શેરબજારમાં મોબાઈલ ટ્રેડીંગનો વધતો ટ્રેન્ડ

Business, Gujarat | Ahmedabad | 16 February, 2024 | 10:13 AM
કુલ ટર્ન ઓવરમાં 19.2 ટકા વોલ્યુમ મોબાઈલ આધારીત ટ્રેડીંગથી થયાનો નિર્દેશ
સાંજ સમાચાર

અમદાવાદ,તા.16

શેરબજારમાં કેટલાંક વખતથી રેકોર્ડબ્રેક તેજી વચ્ચે રીટેઈલ ઈન્વેસ્ટરોની સંખ્યામાં અસામાન્ય વધારો છે. સાથોસાથ ટેકનોલોજીને કારણે ટ્રેડીંગ પણ સરળ બન્યુ છે. જયારે મોબાઈલથી ટ્રેડીંગમાં મોટો વધારો થયો છે.

ડીજીટલ યુગમાં રીટેઈલ ઈન્વેસ્ટરો ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરી રહ્યા છે. ભારતીય શેરબજારમાં કુલ ટ્રેડીંગ વોલ્યુમમાં મોબાઈલ ટ્રેકીંગનો હિસ્સો 19 ટકા છે.2018-19 માં તે માત્ર 8 ટકા હતો. આ સમયગાળામાં દૈનિક ટર્નઓવર 32000 કરોડથી વધીને 72250 કરોડ પર પહોંચ્યુ છે.

એસોસીએશન ઓફ નેશનલ એકસચેંજ મેમ્બર્સ ઓફ ઈન્ડીયાનાં ડાયરેકટર વૈભવ શાહે જણાવ્યું હતું કે, શેરબજારમાં યુવા વર્ગે મોટા પ્રમાણમાં ઝંપલાવ્યું છે અને તેઓ ડીજીટલ ટેકનોલોજીમાં માહીર છે. કોરોના કાળ બાદ એપ અથવા વેબ પ્લેટફોર્મ મારફત શેરબજારમાં સોદા કરવાનો ટ્રેંન્ડ સતત વધી રહ્યો છે. યુવા વર્ગનાં ઈન્વેસ્ટરોની સંખ્યામાં વધારો છે.

બ્રોકરને ફોન મારફત અથવા તેની ઓફીસમાં રૂબરૂ જઈને સોદા કરવાનો યુવા હવે ખતમ થઈ ગયો છે.ખાસ કરીને મોબાઈલ મારફત જ સોદા શકય બની હોવાના કારણોસર મોબાઈલ વોલ્યુમમાં મોટો વધારો છે. 2020-21 ના નાણા વર્ષમાં મોબાઈલ કે ઈન્યરનેટ બેઈઝડ ટ્રેકીંગનો હિસ્સો 35.9 ટકા હતો તે ચાલુ વર્ષે ડીસેમ્બર 2023 ની સ્થિતિએ થોડો ઘટીને 27.6 ટકા થયો છે. જોકે મુલ્યની દ્રષ્ટ્રિએ તેમાં વધારો છે.

આંકડાકીય રીપોર્ટ પ્રમાણે 2018-19 માં કુલ ટ્રેકીંગ વોલ્યુમમાં મોબાઈલથી 8.6 ટકા તથા ઈન્ટરનેટ આધારીત 16.2 ટકાનો હિસ્સો હતો. હવે ઈન્ટરનેટ આધારીત ટ્રેડીંગ વોલ્યુમ નીચે આવી રહ્યું છે. ચાલુ નાણા વર્ષમાં ડિસેમ્બર સુધીમાં કુલ ટર્ન ઓવરમાં 19.2 ટકાનો હિસ્સો મોબાઈલ ટ્રેડીંગનો હતો જયારે ઈન્ટરનેટ આધારીત વોલ્યુમ માત્ર 8.4 ટકા હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj