રાજકોટ: ગુજરાતની વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થયુ છે અને રાજયમંત્રી શ્રી આચાર્ય દેવવ્રતે બેઠકને સંબોધન કરતા રાજયની વિવિધ વિકાસ યોજનાઓની ઝાંખી રજુ કરી હતી. આવતીકાલે રજુ થનારા રાજયના બજેટમાં હવે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તેમનું બજેટ રજુ કરશે.
જેમાં કેન્દ્રના બજેટની માફક રાહતનો કોઈ વરસાદ થાય છે કે કેમ તેના પર નજર છે. આજે વિધાનસભામાં પુર્વ વડાપ્રધાન શ્રી ડો. મનમોહનસિંઘ, કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, વિધાનસભાના પુર્વ ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોર ભાજપને શોકાંજલી આપી હતી. કાશીના બજેટમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ વધારવામાં આવેલી જંત્રીને કારણે જે રીતે રીયલ એસ્ટેટમાં મકાન સહિતના ભાવ વધી ગયા છે.
તેની સામે બેલેન્સ કરવા માટે રજીસ્ટ્રેશન કે સ્ટેમ્પડયુટીમાં કોઈ છૂટછાટ આપે છે કે કેમ તેના પર નજર છે અને આ ઉપરાંત રાજયના વિકાસ કામો માટે ફાળવણી વિ. અંગે પણ સૌનુ ધ્યાન રહેશે. ખાસ કરીને 2036માં ગુજરાતમાં ઓલમ્પીક યોજવા અંગે પણ સુવિધાઓ ઉભુ કરવા કાલે ફાળવણી થશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy