મુંબઇ: ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીરને ધમકીભરી ઈ-મેઇલ મોકલનાર શંકાસ્પદ વ્યક્તિની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (સેન્ટ્રલ) એમ. હર્ષવર્ધને પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘ગુજરાતનો 21 વર્ષનો જિજ્ઞેશસિંહ પરમાર એન્જિનિયરિંગ વિદ્યાર્થી છે. તેનો પરિવાર દાવો કરે છે કે તે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. વધુ તપાસ ચાલુ છે.’
પહલગામ હુમલાના દિવસે બાવીસ એપ્રિલે ભારતીય હેડ કોચના ઈ-મેઈલ અકાઉન્ટ પર ઈંજઈંજ કાશ્મીર આઇડી પરથી મળેલી ધમકીભરી ઈ-મેઈલના સ્ક્રીનશોટ સાથે રાજિન્દરનગર પોલીસ-સ્ટેશનમાં ગયા અઠવાડિયે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 2022માં પણ તેમને આવી જ ધમકીઓ મળી હતી જેના કારણે તેની સુરક્ષા કડક બનાવવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy