જામનગરના નામાંકિત ટ્રાન્સપોર્ટર પિતા-પુત્ર સામેની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટ

Local | Jamnagar | 17 April, 2024 | 02:34 PM
મહેશભાઇ વસંત અને તેમના પુત્ર હેમલ સામે મુંબઇમાં રહેતા શરદ વસંતે નોંધાવી હતી છેતરપીંડીની ફરિયાદ: ફરિયાદ રદ કરવાની અરજી વડી અદાલતે મંજૂર કરી
સાંજ સમાચાર

જામનગર તા.17
 

જામનગરના ખુબ જાણીતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી મહેશભાઇ કલ્યાણજીભાઇ વસંત અને હેમલભાઇ મહેશભાઇ વસંત સામે એમના જ મુંબઇ રહેતા ભાઇ શરદકુમાર કલ્યાણજીભાઇ વસંત દ્વારા કરવામાં આવેલી ફરીયાદ હાઇકોર્ટે રદ કરી નાખી છે અને વડી અદાલત સુધી પહોંચેલા કાનુની જંગમાં ફરીયાદ કરનારને લપડાક લાગી છે કારણ કે હાઇકોર્ટે ક્વોશીંગ પીટીશન પર અરજદાર તરફી ચુકાદો આપીને એવી પણ મહત્વની ટકોર કરી છે કે કેસની તમામ હકીકતો ઘ્યાને લીધા બાદ જો આવી ફરીયાદ ચાલુ રાખવામાં આવે તો કાનુની પ્રક્રિયાનો દુરઉપયોગ થયો ગણાય.

તા.31-12-2021ના રોજ જામનગર સીટી બી ડીવીઝનમાં મુંબઇના રૂપ મહલ 222/1 આર એ કીડવાઇ રોડ, વકાલા ખાતે રહેતા લોહાણા વેપારી શરદકુમાર કલ્યાણજીભાઇ વસંત (ઉ.વ.69) એ ફરીયાદ નોંધાવી હતી કે ફરીયાદી શરદકુમાર તેમના પરિવાર સાથે ઉપરોકત સરનામે રહે છે અને રણજીત લેજીસ્ટીક નામનો ટ્રાન્સપોર્ટ તથા રણજીત ઇન્ફ્રાસ્ટ્રકચર નામથી ક્ધસ્ટ્રક્શનનો ધંધો ચલાવે છે, સંતાનમાં બે બાળકો, પુત્ર કીંજલ તથા પુત્રી પ્રાંચીબેન છે, તેમના પત્નિનું નામ જયશ્રીબેન છે અને ધંધાનો વહીવટ તેમનો પુત્ર અને તેઓ ચલાવે છે, તેમના પિતા કલ્યાણજીભાઇ તથા માતા મુક્તાબેન અવસાન પામેલ છે, છ ભાઇઓ છીએ જેમાં સૌથી મોટા જશવંતભાઇ જે 15 વર્ષ પહેલા મરણ ગયેલ છે, તેનો પરિવાર છે, જે હાલ જામનગરમાં રહે છે, તેનાથી નાના અનિલભાઇ છે, જે દોઢ વર્ષ પહેલા મરણ ગયેલ છે અને તેમના પુત્ર મુંબઇ અને દિલ્લી મુકામે રહે છે.

આ દરમ્યાન 2018/19ની સાલમાં મારે મારા ભાઇ મહેશભાઇના દિકરા હેમલભાઇ સાથે પારીવારીક કારણોસર બોલાચાલી થતા રણજીત કોર્પોરેશનમાંથી છુટા થયેલ હતાં પરંતુ મારે મારા ભાઇ મહેશભાઇની સાથે સબંધ સારા હોય જેથી આ મહેશભાઇ તથા તેમના દિકરા હેમલભાઇએ બન્ને અમારા ઘરે જાન્યુઆરી 2019માં આવેલ હતાં અને અમને વાત કરેલ કે અમને સીક્કા સીમેન્ટની ફેકટરીમાં કોન્ટ્રાકટ મળેલ છે, જેથી તમારી ગાડીઓ અમને ચલાવવા આપવી હોય તો ત્યાં મને ચલાવવા આપો, હું તમને મુંબઇ સુધી સીમેન્ટ લાવવાના એક ટનના રૂા.2400 આપીશ તેમ કહી અલગ અલગ શહેરોના અલગ અલગ ભાવો નક્કી કર્યા હતાં જેનું અમે ભાઇઓ હોય જેથી કોઇ લેખીત કરાર કરેલ ન હતો અને મૌખીત સમજુતીથી નક્કી કરેલ હતું.

ત્યાર બાદ બે-ત્રણ દિવસ પછી મારા ભાઇ મહેશભાઇ ડ્રાયવર સાથે આવેલ હતાં અને મારા ઉપરોકત પાંચેય ટ્રકો તેમની સાથે મુંબઇ થી જામનગર મુકામે લઇ ગયા હતાં, જયાં ત્રણ-ચાર મહિના ટ્રકો ચાલેલ હતાં જેનો હિસાબ આપતા ત્યારબાદ અમને કોઇ હિસાબ આપેલ ન હતો, જેથી મે મારા ભાઇએ પોટરી ગલી ઘનશ્યામ વાડી પાસે, જામ રણજીત ટ્રાન્સપોર્ટ નામની ઓફીસ આવેલ હોય, જયાં જઇને હિસાબ માંગતા હિસાબ આપેલ ન હતો, જેથી મે ટ્રકો પરત માંગતા ટ્રકો ભાડામાં ગયેલ છે, આવશે એટલે પરત આપી દેશું, હાલમાં મારી પાસે પૈસા નથી તેમ બહાના બતાવતા હતાં.

જેથી અમને સમજાયેલ કે મારા ભાઇ મને ટ્રક પરત આપવા માંગતા નથી અને મને ટ્રકો પણ કયાંય જોવામાં આવતા ન હતાં, જેથી મનો શંકા ગયેલ કે ભાઇએ મારી ગાડી મારા જાણ બહાર કોઇને વેંચી નાખેલ છે, આથી આરટીઓ કચેરી જામનગરમાં તપાસ કરતા જાણવા મળેલ કે અમુક ટ્રક નામ ટ્રાન્સફર થઇ ગયેલ છે.

આમ આ મારા ભાઇ મહેશભાઇ કલ્યાણજીભાઇ વસંત તથા તેના પુત્ર હેમલભાઇ મહેશભાઇ વસંત રહે. બન્ને જામનગરવાળાએ પૂર્વ આયોજીત કાવતરૂ કરી અમારા ટ્રકો બારોબાર વેંચાણ કરીનાખવાના ઇરાદે અમારી પાસેથી અમારા ટ્રકો સીક્કાની સીમેન્ટની ફેકટરીમાં ચલાવવાનું કહેતા અમે ભાઇ તથા ભત્રીજા થતા હોય તેથી તેમના વિશ્ર્વાસે અને ભરોસે આ ટ્રકો તેમને ચલાવવા આપતા ટ્રકો પોતાના કબ્જામાં લઇ કોઇ કંપનીમાં ટ્રક ભાડેથી નહિં ચલાવી કોઇપણ રીતે આ ટ્રકો મારા તથા મારા પત્નિ તથા મારા દિકરાના નામના હોય જે અમારી જાણ બહાર ટીટીઓ ફોમમાં અમારા નામની ખોટી સહીઓ કરી તેને આરટીઓ કચેરીમાં રજુ કરી બારોબાર ટ્રકોના વેચાણ કરી અમારી સાથે વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કરેલ હોય તેમની સામે આઇપીસી 120-બી, 406, 420, 465, 468, 471 મુજબ ધોરણસર કાર્યવાહી થવા મારી ફરીયાદ છે.

ઉપરોકત ફરીયાદ સામે મહેશભાઇ વસંત અને હેમલભાઇ વસંત ક્વોશીંગ પીટીશન દાખલ કરીને ફરીયાદ રદ કરવાની દાદ માગવામાં આવી હતી, એમના એડવોકેટ પ્રેમલ એસ. રાચ્છ અને અશોક એચ. જોશી દ્વારા વડી અદાલત સમક્ષ એવી દલીલ કરાઇ હતી કે ફરીયાદ સંપૂર્ણ રીતે કાયદાના દુરઉપયોગ સમાન છે, વર્ષો પહેલા જે ધંધાકીય વાંધા પડ્યા તેની વર્ષો બાદ ફરીયાદ થઇ.

એવી પણ દલીલ કરાઇ હતી કે જેતે વખતે શરદભાઇ વસંતની ફરીયાદ પોલીસમાં પણ દાખલ થઇ ન હતી, જેની સામે એમણે જામનગરની કોર્ટમાં 156 (3) મુજબની અરજી કરી હતી અને ફરીયાદ માટે દાદ માગી હતી.

આ અરજી જામનગરના ચોથા ચીફ જ્યુડી મેજી. દ્વારા રદ કરવામાં આવી હતી અને પોલીસ વેરીફીકેશન માટે મોકલવામાં આવી હતી તેમાં પણ પોલીસની તપાસ મુજબ ગુનો બનતો ન હતો, જેથી કોર્ટે જેતે સમયે ઇન્ક્વાયરી પોતાની પાસે રાખી હતી, ફરીયાદીનું વેરીફીકેશન લીધું હતું.

તે સમયે 156(3) રદ થતા શરદભાઇ વસંત દ્વારા જામનગરની સેશન્સ કોર્ટમાં 156 (3) મુજબ પોલીસ ફરીયાદ નોંધવાની માંગ કરવામાં આવી હતી અને સેશન્સ કોર્ટે શરદભાઇ વસંતની આ અરજીને ડીસમીસ કરી નાખી હતી.

હાઇકોર્ટ સમક્ષ આ તમામ બાબતોની દલીલો રજી કરતાની સાથે એવી મહત્વની વાત અરજદારના વકીલો દ્વારા કરવામાં આવી હતી કે ઉપરોકત તમામ હકીકતો છુપાવીને તા.31-12-2021ના રોજ શરદભાઇ વસંત દ્વારા પોલીસ ફરીયાદ કરવામાં આવી હતી.

ફરીયાદ સામે મહેશભાઇ વસંત અને હેમલભાઇ વસંત દ્વારા હાઇકોર્ટમાં ક્વોશીંગ પીટીશન દાખલ કરીને ફરીયાદ રદ કરવાની દાદ માગવામાં આવી હતી અને હાઇકોર્ટે આ પીટીશન દાખલ કરીને મહેશભાઇ તથા હેમલભાઇની ધરપકડ નહિં કરવાનો વચગાળાનો હુકમ પણ કર્યો હતો.

આ સમગ્ર કેસમાં બે વખત ટ્રાયલ થયા બાદ તા. 12-4-2024ના રોજ હાઇકોર્ટના જસ્ટીસ એચ.ડી. સુથાર દ્વારા ચુકાદો આપીને ફરીયાદ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી ફરીયાદ રદ કરવાનો હુકમ કર્યો છે અને કહ્યું છે કે હાલના કામમાં કોગ્નીઝેબલ ઓફેન્સ બનતો ન હોવાથી ફરીયાદ અને તમામ પ્રોસીડીંગ રદ કરવામાં આવે છે. આ કેસમાં અરજદાર તરફે જામનગરના એડવોકેટ અશોક એચ. જોશી અને અમદાવાદના એડવોકેટ પ્રેમલ એસ. રાચ્છ રોકાયા હતાં.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj