એચડીએફસી બેન્ક પરિવર્તને ગ્રામીણ વિકાસ પહેલ હેઠળ સીમાડાના 298 ગામોને આવરી લીધા

Local | Ahmedabad | 17 April, 2025 | 03:46 PM
સાંજ સમાચાર

અમદાવાદ : ભારતની ટોચની ખાનગી સેકટરની બેન્ક એચડીએફસી બેન્કે તેના સીએસઆર જુથ પરિવર્તન મારફત આયોજિત ગ્રામીણ વિકાસ પહેલ હેઠળ દેશભરના સીમાડાના ર98 ગામોને આવરી લીધા છે. આ ગામડાઓ આસામ, અરૂણાચલ પ્રદેશ, બિહાર, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, રાજસ્થાન, સિકકીમ, ઉત્તરપ્રદેશ અને ઉતરાખંડના સરહદી વિસ્તારોમાં સ્થિત છે.

બેન્ક આગામી વર્ષોમાં સીમાડાના વધુ 150 ગામોને આવરી લેવાની યોજના ધરાવે છે. આ પહેલ કેન્દ્રના બોર્ડર એરીયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામમાં દર્શાવેલ રાષ્ટ્રીય વિકાસ લક્ષ્યો સાથે સંરેખિત છે.ઉત્તર અને ઉત્તરપૂર્વીય હિમાલય પ્રદેશો અને પશ્ર્ચિમી રણપ્રદેશ સાથે જોડાયેલા સીમાડાના ગામડાઓ ઘણીવાર મુશ્કેલ  ભૂ-પ્રદેશ, આવશ્યક સેવાઓની મર્યાદિત પહોંચ અને અંતરિયાળ વિસ્તારોમાં આર્થિક પડકારો સહિત અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે. પરિવર્તને આ વિસ્તારોમાં જરૂરીયાત આધારીત હસ્તક્ષેપો કરી આશરે પાંચ લાખ લોકોના જીવન ધોરણમાં સુધારો કર્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj