આધાર કેન્દ્ર અને સીવીક સેન્ટરમાં સર્વરના ધાંધીયા : કરદાતાઓ હેરાન થયા

Local | Rajkot | 12 April, 2024 | 04:29 PM
બે દિવસની સરકારી રજા બાદ આજે લાંબી લાઇનો : વેરો ભરવામાં પણ સમય બગડયો : જન્મ-મરણના દાખલા કઢાવવા પણ અરજદારો કલાકો સુધી ઉભા રહ્યા
સાંજ સમાચાર

રાજકોટ, તા. 12
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં આજે બે દિવસની રજા બાદ કામકાજ શરૂ થતા આધાર કેન્દ્ર અને નાગરિક સુવિધા કેન્દ્રમાં લોકોની લાઇન લાગી હતી. આજે સવારે બેક કલાક સુધી સર્વર ડાઉન રહેતા આધાર કાર્ડ ઉપરાંત વેરો ભરવા,  જન્મ-મરણના દાખલા કાઢવા સહિતની કામગીરી પ્રભાવિત થઇ હતી. જોકે બપોરથી રાબેતા મુજબ કામ શરૂ થયું હતું.

દરમ્યાન વેરા વળતર યોજના શરૂ થયા બાદ આજ સુધીમાં 25 હજારથી વધુ નાગરિકે 14 કરોડથી વધુનો ટેકસ ચૂકવ્યો છે અને 80 ટકાથી વધુ કરદાતાઓએ સ્માર્ટ ઓનલાઇન વ્યવસ્થાનો ઉપયોગ કર્યો છે તે નોંધપાત્ર બાબત છે.

મ્યુનિ. કોર્પોરેશનની ટેકસ શાખાના મેનેજરના જણાવ્યા મુજબ તા.8 એપ્રિલથી એડવાન્સ વેરામાં વળતર યોજનાનો પ્રારંભ થયો હતો. ઓનલાઇન વેરો 24 કલાક ચૂકવી શકાય છે અને તેમાં કોઇ રજા હોતી નથી. આજે બપોર સુધીમાં 25340 નાગરિકોએ 14.13 કરોડનો વેરો ભરીને વળતર મેળવ્યું છે. આ પૈકી 20357 કરદાતાઓએ 11.31 કરોડનો વેરો ઓનલાઇન ચૂકવ્યો છે. મનપા અને લોકો બંનેનો સમય આ ઓનલાઇન વ્યવસ્થા બચાવે છે અને તે કારણે વધુને વધુ લોકો વેબસાઇટ પર કે વોટસએપ ઉપરથી પણ ટેકસ ચૂકવી રહ્યા છે. 

દરમ્યાન બે દિવસની સરકારી રજા બાદ આજે કચેરી ખુલી હતી. રાબેતા મુજબ સવારથી આધાર કેન્દ્ર બહાર લોકોની લાઇન હતી. જે બપોર સુધી યથાવત રહી હતી. સવારે 10 થી 1ર સુધી સર્વર ધીમુ ચાલતું હતું. તેની અસર  આધાર કેન્દ્ર અને સીવીક સેન્ટરમાં પણ હતી. આધાર કેન્દ્રમાં ફરી પાર્કિંગ સુધી લાઇન આવી ગઇ હતી. ખુબ ધીમી ગતિએ કામ ચાલતું હતું જે બપોરથી પૂર્વવત થયાનું અધિકારીઓએ કહ્યું હતું. 

બીજી તરફ વેરા વળતર યોજના શરૂ થઇ છે ત્યારે નાગરિક સુવિધા કેન્દ્રમાં પણ વધુ લોકો ચેક અને કેશથી એડવાન્સ  વેરો ભરવા પહોંચ્યા હતા. સવારે ઓનલાઇન વેરો ભરવામાં સર્વરના ધાંધીયા નડતા હતા. આ કારણે સીવીક સેન્ટર બહાર લાઇન હતી જોકે અરજદારો માટે ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ ઘણા કરદાતાઓનો સમય બગડયો હતો. આ જ રીતે જન્મ-મરણ વિભાગમાં પણ કામનું ભારણ વધી ગયું હતું. દાખલા કાઢવાની કામગીરી પણ ધીમી ગતિએ ચાલતી હોવાનું દેખાયું હતું. 

વેરા વિભાગનું કામ તો ઓનલાઇન થતું હોય છે પરંતુ આધાર કાર્ડનું કામ રૂબરૂ જ કરવું પડતું હોય, નાગરિકો હેરાન થયા હતા. સીવીક સેન્ટર અને આધાર કેન્દ્ર બિલ્ડીંગ બહાર કલાકો સુધી લોકો હેરાન થયા બાદ બપોરે ગાડી પૂર્વવત દોડતી થઇ હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj