રાજકોટ. તા.09
લાતી પ્લોટમાંથી ચોરેલ બાઈક સાથે ચુનારવાડના હનીફશા શાહમદારને ક્રાઈમ બ્રાન્ચની ટીમે પથીક આશ્રમ પાસેથી દબોચી લીધો હતો. કુખ્યાત શખ્સ સામે ચોરીના 16 ગુના નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગરીયા, ડીસીપી (ક્રાઇમ) ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઈમ બી.બી.બસીયા દ્વારા મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવાની આપેલ સુચનાથી ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.ડી.ડોડીયાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં.
ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ રાજેશ જળુ, દીપક ચૌહાણ અને કોન્સ્ટેબલ જયરાજસિંહ કોટીલા, પ્રદિપસિંહ જાડેજાના મળેલ ચોક્કસ બાતમીના આધારે કુવાવડા રોડ લાતી પ્લોટ શેરી નં 8 ખાતેથી ચોરીમાં ગયેલ બાઈક સાથે હનીફશા ઈબ્રહામીશા શાહમદાર (રહે ચુનારાવાડ) ને જામનગર રોડ પથીક આશ્રમ વાળી ગલીમાંથી પકડી પાડી કાર્યવાહી કરી હતી.
આરોપી વિરુદ્ધ બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયેલ હતો. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ શખ્સ વિરુદ્ધ શહેરના અલગ અલગ પોલીસ મથકના વાહન ચોરી સહિતના 16 જેટલા ગુના નોંધાયેલ હોવાનું પણ ખુલ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy